5 લાખ કરોડની અર્થવ્યવસ્થાના પ્રશ્ન પર રેલ પ્રધાન પીયૂષ ગોયલે ન્યૂટન અને આઈન્સ્ટાઈનને ભેળવી દીધા
રેલ અને વાણીજ્ય પ્રધાન પીયૂષ ગોયલનું વધુ એક નિવેદન સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. અને ટ્રોલિંગ પણ થઈ રહ્યું છે. દેશમાં મંદી અને 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવા મુદ્દે પીયૂષ ગોયલે જે તર્ક આપ્યો તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. #PiyushGoyal trying to differentiate between Einstein and Newton. pic.twitter.com/gjxGhqZ9X0 — Sagar (@sagarcasm) September […]

રેલ અને વાણીજ્ય પ્રધાન પીયૂષ ગોયલનું વધુ એક નિવેદન સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. અને ટ્રોલિંગ પણ થઈ રહ્યું છે. દેશમાં મંદી અને 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવા મુદ્દે પીયૂષ ગોયલે જે તર્ક આપ્યો તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
#PiyushGoyal trying to differentiate between Einstein and Newton. pic.twitter.com/gjxGhqZ9X0
— Sagar (@sagarcasm) September 12, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યારે પ્રશ્ન પૂછાયો કે, સરકાર કેવી રીતે 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવશે. તેના જવાબમાં પીયૂષ ગોયલે કહ્યું કે, હિસાબ-કિતાબમાં ન પડો. અને તેમને ન્યૂટનનો ક્રેડિટ આઈન્સ્ટાઈનને આપી દીધી. તેમણે કહ્યું કે, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની ખોજ આઈન્સ્ટાઈન ન કરી શક્યા હોત તો તે હિસાબ-કિતાબમાં પડ્યા હોત? જો કે સૌ કોઈ જાણે છે. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આઈઝેક ન્યૂટને આપ્યો છે. પણ જીભ લપસી જવાથી આ મિસ્ટેક થઈ હતી. જે બાદ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી. જો કે સોશિયલ મીડિયાના પેજ પર સ્પષ્ટતા ઓછી અને ટ્રોલિંગ વધુ ચાલે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

