Rahul Gandhi નો મોટો પ્રહાર, કહ્યું ખેડૂતો સામે અંગ્રેજો ના ટકી શક્યા તો નરેન્દ્ર મોદી કોણ છે

|

Feb 12, 2021 | 6:20 PM

કોંગ્રેસ નેતા Rahul Gandhi એ શુક્રવારે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, જો બ્રિટિશ લોકો દેશના ખેડુતોની સામે ઉભા ન રહી શકયા હોય તો પછી નરેન્દ્ર મોદી કોણ છે.

Rahul Gandhi નો મોટો પ્રહાર, કહ્યું ખેડૂતો સામે અંગ્રેજો ના ટકી શક્યા તો નરેન્દ્ર મોદી કોણ છે

Follow us on

કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસ નેતા Rahul Gandhi એ શુક્રવારે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, જો બ્રિટિશ લોકો દેશના ખેડુતોની સામે ઉભા ન રહી શકયા હોય તો પછી નરેન્દ્ર મોદી કોણ છે. Rahul Gandhi  રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના પદમપુર શહેરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધન કરી રહ્યા હતા. ખેડૂત આંદોલનને આખા દેશનું આંદોલન ગણાવતાં તેમણે કહ્યું કે તેનો વ્યાપ વધુ વધશે.

કાયદો પાછો ખેંચવાની ખેડુતોની માંગ ન સ્વીકારતા કેન્દ્ર સરકાર તરફ ધ્યાન દોરતાંRahul Gandhi એ કહ્યું કે આ શરમજનક છે. આ આંદોલન વધુ ઉગ્ર બનશે. તેથી જ હું પીએમ મોદીને કહું છું કે તેમણે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ આખરે તેમને ખેડૂત કહેશે તેમ જ કરવું પડશે. તેમણે કહ્યું, જો બ્રિટિશ લોકો ભારતના ખેડુતો અને મજૂરોની સામે ટકી ના શક્યા હોત તો પીએમ મોદી કોણ છે. કાયદા પાછા લેવા પડશે. તેથી, હું કહું છું કે આજે જ કાયદા પરત લઇ લો જેથી દેશ આગળ વધી શકે.

કૃષિ કાયદાની ભૂલો ગણીને રાહુલ ગાંધીએ કહ્યું કે, “પહેલો કૃષિ કાયદો બજારોને ખત્મ કરશે બીજો કાયદો સંગ્રહખોરીમાં વધારો કરવાનો છે અને ત્રીજો કાયદો ખેડૂતનો અદાલતમાં જવાના અધિકારનો અંત લાવવાનો છે. જે દિવસે આ કાયદા અમલમાં આવશે ત્યારે જે વ્યવસાય 40 ટકા લોકો પાસે છે તે આખો વ્યવસાય માત્ર 2 લોકોના હાથમાં જતો રહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ખેડૂત આંદોલન નથી પરંતુ ભારતનું આંદોલન છે. અંધારામાં પ્રકાશ દર્શાવવાનું કામ ખેડુતોએ કર્યું છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ અગાઉ રાહુલ ગાંધીએ આજે ​​હનુમાનગઢીમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, “મોદીજી કહે છે કે તેઓ ખેડૂતો સાથે વાત કરવા માગે છે. તમે તેમની સાથે શું વાત કરશો? ત્રણેય કૃષિ કાયદા પાછા લઈ લો, ખેડુતો જાતે તમારી સાથે વાત કરશે.” તેમણે કહ્યું કે વડા પ્રધાન ખેડૂતો પાસેથી જમીન લઈ રહ્યા છો, તેમનું ભવિષ્ય લઈ રહ્યા છો અને તે પછી તમે તેમની સાથે વાત પણ કરવા માંગો છો. પહેલા કાયદા પાછા ખેંચો અને પછી વાત કરો.

Next Article