Rahul Gandhiને ફરી વાર કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માંગ, દિલ્હી કોંગ્રેસે પાસ કર્યો પ્રસ્તાવ

|

Jan 31, 2021 | 11:08 PM

કોંગ્રેસે ફરી એકવાર Rahul Gandhiને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જેમાં દિલ્હી કોંગ્રેસે આજે  Rahul Gandhiને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે.

Rahul Gandhiને ફરી વાર કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માંગ, દિલ્હી કોંગ્રેસે પાસ કર્યો પ્રસ્તાવ

Follow us on

કોંગ્રેસે ફરી એકવાર Rahul Gandhiને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જેમાં દિલ્હી કોંગ્રેસે આજે  Rahul Gandhiને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામાંની માંગ કરતા બે પ્રસ્તાવ મંજૂર કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સરકાર દરેક મોરચા પર નિષ્ફળ રહ્યા છે.

 

દિલ્હી કોંગ્રેસના ચીફ અનિલકુમારે આજે આ પ્રસ્તાવમાં કહ્યું કે દેશમાં અશાંતિ અને ખતરનાક રાજકીય સ્થિતિને જોતાં કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી જેવા ડાયનેમિક અને પાવરફૂલ નેતાની જરૂરિયાત છે. અનિલ કુમારે કહ્યું રાહુલ ગાંધી મોદી સરકારના ખોટા કામોને ખુલ્લા પાડવા માટે સંપૂર્ણ રીતે સંકલ્પબદ્ધ છે. કોંગ્રેસ કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની જરૂરિયાત છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે દેશને વિનાસના રસ્તા પર લઈ જવાથી બચવા માટે પાર્ટી નેતૃત્વ માટે કોંગ્રેસને રાહુલ ગાંધીની જરૂરિયાત છે. જેના સાંપ્રદાયિક, સત્તાવાદી અને આલોકતાંત્રિક તાકતોનો મુકાબલો કરી શકાય.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીનું કહેવું છે કે રાહુલ ગાંધી જ કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રેરિત કરી શકે છે. ખેડૂતોના મુદ્દે તેમની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. તેનાથી રાહુલ ગાંધીના નેતૃત્વ ક્ષમતાનો પરિચય મળે છે. તેથી જ પાર્ટીએ રાહુલ ગાંધીને ફરી એક વાર  પાર્ટી અધ્યક્ષ બનાવવા મારે પ્રસ્તાવ મંજૂર કર્યો છે.

 

આ પણ વાંચો: ભારતમાં કેવી હતી કર પ્રણાલી, જાણો ભારતના કરવેરાનો ઈતિહાસ

Next Article