ભારતમાં કેવી હતી કર પ્રણાલી, જાણો ભારતના કરવેરાનો ઈતિહાસ

ભારતમાં કર પ્રણાલી પ્રાચીનકાળથી ચાલી આવી છે, વિવિધ શાસકો દ્વારા અલગ અલગ પદ્ધતિથી કરવેરો વસૂલવામાં આવતો હતો, પ્રાચીનકાળથી ચાલી આવેલા કરવેરાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને 1922માં આવકવેરા કાયદાની રચના કરવામાં આવી હતી.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 31, 2021 | 10:17 PM

ભારતમાં કર પ્રણાલી પ્રાચીનકાળથી ચાલી આવી છે, વિવિધ શાસકો દ્વારા અલગ અલગ પદ્ધતિથી કરવેરો વસૂલવામાં આવતો હતો, પ્રાચીનકાળથી ચાલી આવેલા કરવેરાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને 1922માં આવકવેરા કાયદાની રચના કરવામાં આવી હતી, કરવેરાનો ઈતિહાસ ખબૂ જુનો છે. 3000 વર્ષ પહેલા પણ ઈજિપ્ત અને ગ્રીસના રહીશો આવકવેરો, વપરાશ વેરો અને કસ્ટમ ડયટુી ચુકવતા હતા, આવી ચુકવણી વિવિધ રીતે કરવામાં આવતી હતી જેમકે માલના રૂપમાં, પગાર સિવાય મજૂરી કામના રૂપમાં વગેરે. ભારતમાં પણ પ્રાચીન કાળથી કરવેરા ઉઘરાવવામાં આવતા હતા. મનુસ્મૃતિ અને અર્થશાસ્ત્ર નામના પ્રચીન ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે, મનુસ્મૃતિ ગ્રંથ પ્રમાણે રાજાઓએ કરોના દરની વ્યવસ્થા એ રીતે કરવાની હતી કે જેનાથી કરદાતા તેને સરળ રીતે ભરી શકે.

 

 

 

1. સલ્તનત સમયગાળો

દિલ્લીના સુલતાનોએ જાગીરદાર પ્રણાલી રજૂ કરી જેના હેઠળ જાગીરદારો અથવા એજન્ટો શાસન કરતા હતા, એસ્ટેટ અને ભાડૂઆતો પાસેથી વેરો વસૂલવાની સિસ્ટમ મુગલોના સમયથી ચાલી આવી હતી. જેને બાદમાં રાજપૂત, સૈની અને શીખ શાસકો દ્વારા જાળવી રાખવામાં આવી હતી અને ત્યારબાદ અંગ્રેજોએ પણ એ પ્રણાલીને ચાલુ રાખી દિલ્લી સુલતાનોએ કરની આવક વધારવા માટે વિવિધ નવી રીતોનું અનુસરણ કર્યુ હતુ.

 

– ખિરાજ

જેમાં મુખ્યત્વે ખિરાજ એટલે કે જમીનની આવક, ખિરાજએ આવકનો મુખ્ય સ્ત્રોત હતો. તેના હેઠળ કરદાતાની કુલ આવકની અડધી આવક સુલતાનો દ્વારા ઉઘરાવવામાં આવતી હતી, આ કર ફકત બિન મુસ્લીમ લોકો પર લાદવામાં આવતો હતો, જો કે બાળકો, સ્ત્રીઓ અને સાધુઓને આ કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

– જકાત

મુસ્લીમ લોકો પર ખૂબ નજીવો કર લાદવામાં આવ્યો હતો.

 

2. મુગલ સામ્રાજ્ય

1580માં અક્બરે દહસલા અથવા બંદોબસ્ત અર્ઝી અથવા જબતી સિસ્ટમની સ્થાપના કરી, આ પ્રણાલી હેઠળ જુદા જુદા પાકની સરેરાશ પેદાશો તેમજ છેલ્લા દસ વર્ષમાં પ્રવર્તિત સરેરાશ ભાવની ગણતરી કરવામાં આવતી હતી અને સરેરાશ ઉત્પાદનનો ત્રીજા ભાગનો હિસ્સો એ રાજ્યનો હિસ્સો ગણાતો હતો, અક્બરને પોતાની ખાસ વ્યવસ્થા માટે ઓળખવામાં આવતા હતા. તેમણે પોતાના શાસનકાળ દરમિયાન ભૂમિ સુધાર, ભૂમિ માપન, દહશાલા અને કરોડી કર પ્રણાલી શરૂ કરી તે સમયે અક્બરના દરબારમાં રાજા ટોડરમલ વિત્તમંત્રી હતા. તેમણે રાજસ્વ વ્યવસ્થામાં સંશોધન કરીને જમીનને તેની ફળદ્રુપતાના આધારે ચાર ભાગમાં વહેંચી કરી આ વ્યવસ્થાને દહસાલા નામથી ઓળખવામાં આવતુ હતુ. આ સિવાય અક્બરે કરૌડી નામના અધિકારીની 1573માં નિયુક્તિ કરી જેમનું કામ પોતાના ક્ષેત્રમાંથી 1 કરોડ રૂપિયા ઉઘરાવવાનું હતુ.

 

3. મરાઠા કાળ

છત્રપતિ શિવાજી મહારાજે આવકના સ્ત્રોતને વધારવા માટે પોતાનું ધ્યાન મહેસૂલ વહીવટ તરફ કેન્દ્રિત કર્યુ, તેમણે સૌ પ્રથમ જાગીર પ્રથાને નાબૂદ કરી કારણ કે તે બળવાખોર વૃત્તિઓને ઉત્તેજિત કરતી હતી, સાથે જ તેમણે જમીનદારી પદ્ધતિ નાબૂદ કરી અને સાથે ખેડૂતો સાથે સીધી કડીઓ સ્થાપિત કરી. તેમણે મહેસૂલ વસૂલનારા જૂના અને ભ્રષ્ટ અધિકારીઓને દૂર કર્યા. તેમની જગ્યાએ, નવા અને પ્રામાણિક અધિકારીઓની નિમણૂક કરી, તેમણે જમીનની માપણી કરી અને તેને વિવિધ કેટેગરીમાં વહેંચી દીધી, શિવાજી મહારાજે દુષ્કાળ કે કુદરતી આફતોની સ્થિતિમાં રાજ્ય દ્વારા ખેડુતોને સબસીડી આપવાનું શરૂ કર્યુ, તેમજ ખેડૂતો પોતાના દેવાને સરળ હપ્તામાં રકમ ચૂકવી શકતા હતા.

 

4. રાજપુતાના કાળ

રાજપુતકાળમાં જમીન દ્વારા થતી આવક મુખ્ય આવકનો સ્રોત હતી અને કરની રકમ જમીનની ફળદ્રુપતા, સિંચાઈ સુવિધાઓ વગેરેના આધારે નક્કી કરવામાં આવતી હતી. જમીનની આવક મુખ્યત્વે ખેત પેદાશમાં અને રોકડમાં ચૂકવવામાં આવતી હતી. ભેટો, દંડ, ખનીજ, જંગલો અને લીઝ-આઉટ થયેલી જમીન આવકના વધારાના સ્ત્રોત હતા.

 

5. આધુનિક ભારત

બ્રિટીશરો દ્વારા 1860માં આધુનિક આવકવેરા પદ્ધતિની રજૂઆત કરવામાં આવી હતી અને રસપ્રદ વાત એ છે કે આ પાછળ ભારતના લોકોનો બળવો જવાબદાર હતો. 1857ના સિપાહી વિદ્રોહથી બ્રિટીશ સરકાર આર્થિક સંકટમાં પડી ગઈ અને તેમણે કર-વસૂલી માટે મિકેનિઝમ લાગુ કરવાનું નક્કી કર્યુ. જેના માટે જેમ્સ વિલ્સનને દેશના પ્રથમ તાત્કાલીન નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા, 1860ના ફેબ્રુઆરી માસમાં બનેલી કરવેરા પ્રણાલીનું મોડલ આજે પણ ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

 

આ પણ વાંચો: Budget 2021: કેવી રીતે સમજશો બજેટને ? વાંચો અહેવાલ જે આપનાં માટે ખુબ મદદરૂપ સાબિત થશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">