દેશભરમાં PM MODIની લોકપ્રિયતા યથાવત, રાહુલ ગાંધી PMની લોકપ્રિયતામાં અડધે પણ ન પહોંચી શક્યાં

ભારતમાં 59.22%લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન રૂપે પસંદ કરે છે, જયારે એમની તુલનામાં કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાનપદે જોવાની ઈચ્છા રાખનારા લોકો માત્ર 25.62% છે.

દેશભરમાં PM MODIની લોકપ્રિયતા યથાવત, રાહુલ ગાંધી PMની લોકપ્રિયતામાં અડધે પણ ન પહોંચી શક્યાં
Narendra Modi and Rahul Gandhi
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 17, 2021 | 7:28 AM

દેશના મોટાભાગના રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની લોકપ્રિયતા યથાવત છે. દેશના રાજ્યોમાં 44.55% લોકો એમનું સમર્થન કરે છે. PM MODIના જાદુ અને લોકપ્રિયતાએ જ ભાજપાની કમાન સંભાળી રાખી છે, જયારે બીજી બાજું ભાજપા શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને સાંસદોએ સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. IANS and C-Voter સ્ટેટ ઓફ ધી નેશન 2021 સર્વેમાં આ બાબતોનો ખુલાસો થયો છે.

વડાપ્રધાન મોદી આજે પણ એટલા જ લોકપ્રિય છે જેટલા 16 મે 2014ના દિવસે હતા, જયારે ભાજપાએ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. સરકારની છબીને હાલમાં જ ઝટકો લાગવા છતાં રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતાની બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર  મોદી તેમના પ્રતિસ્પર્ધીઓથી આગળ અને સૌથી ઉપર છે. કોવીડ-19 સંકટ દરમિયાન દુનિયાભરમાં સરકાર સમર્થક ભાવનાઓને આધારે વડાપ્રધાન મોદીના સમર્થકોની સંખ્યા ફરી એક વાર વધી ગઈ અને દેશના લોકો તેમને મજબૂત નિર્ણય લેવાવાળા નેતા માનવા લાગ્યા.

PM મોદીની તુલનામાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા અડધી પણ નહી! ભારતમાં 59.22% લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન રૂપે પસંદ કરે છે, જયારે એમની તુલનામાં કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાનપદે જોવાની ઈચ્છા રાખનારા લોકો માત્ર 25.62% છે. સર્વે મુજબ આ બે ઉમેદવારોની રેસમાં વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદી ન માત્ર સૌથી વધુ પસંદ કરવામાં આવેલા નેતા છે, લોકપ્રિયતામાં પણ રાહુલ ગાંધીથી ઘણા આગળ છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

સર્વેમાં રાહુલ ગાંધીના વિપક્ષ નેતાના રૂપમાં ઉભરવાના પણ સંકેત નથી મળી રહ્યાં. રાહુલ ગાંધીની ઓલ ઇન્ડિયા રેટિંગ માઈનસ 5 છે. સર્વેમાં સામેલ 25 રાજ્યોમાંથી 10 રાજ્યોમાં રાહુલ ગાંધી પોતાના ઓલ ઇન્ડિયા રેટિંગથી સારું પ્રદર્શન કરી રહ્યાં છે. 10 માંથી 4 રાજ્યો કેરળ, તમિલનાડુ, જમ્મુ કશ્મીર અને તેલંગાણામાં 10 થી વધારે રેટિંગ મળ્યું છે.

રાજ્યોમાં PM MODIની લોકપ્રિયતા ભાજપા શાસિત ઉત્તરપ્રદેશમાં મોદીને 23.48%લોકોનું સમર્થન મળ્યું છે, 45.56% લોકોએ કહ્યું કે એમના કામથી વધારે સંતુષ્ટ છે, જયારે 15.89% થોડાક સંતુષ્ટ અને 37.97% લોકો અસંતુષ્ટ છે. ઓડીશામાં 78.05% લોકો PM મોદીના કામથી વધારે સંતુષ્ટ છે, 14.03% લોકો થોડાક સંતુષ્ટ અને 7.73% લોકો અસંતુષ્ટ છે. કેરલમાં 21.84% લોકોએ PM MODIનું સમર્થન કર્યું. કેરળમાં 33.2% લોકોએ એમના કામથી વધારે સંતુષ્ટ છે જયારે 7.73% લોક થોડાક સંતુષ્ટ છે.

દેશભરમાં PM મોદીને 84.35% લોકોનું સ્પષ્ટ સમર્થન મળ્યું છે. આમાં પણ ગોવામાં 80.35%, તેલંગાણામાં 72.03% લોકોએ તેમનું સ્પષ્ટ સમર્થન કર્યું છે, જયારે ઉત્તરાખંડમાં 45.77 લોકોએ PM મોદીનું સ્પષ્ટ સમર્થન કર્યું છે.

ખેડૂત આંદોલનને લઈને પંજાબ અત્યારે ચર્ચામાં છે. પંજાબમાં લોકો PM મોદીના કામથી ઓછા સંતુષ્ટ છે. સર્વે અનુસાર પંજાબમાં 20.75% લોકો મોદીના કામથી વધારે સંતુષ્ટ છે, 14.7% થોડાક સંતુષ્ટ અને 63.28% લોકો અસંતુષ્ટ છે. પંજાબમાં PM મોદીની લોકપ્રિયતા 27.83% છે. પંજાબ અને હરિયાણામાં મોદીને ખાસ સમર્થન ન મળવાનો લાભ રાહુલ ગાંધી ઉઠાવી શક્યાં નથી, બીજા શબ્દોમાં કહીએ તો પંજાબ અને હરિયાણામાં લોકો વડાપ્રધાન મોદીથી અસંતુષ્ટ અથવા નારાજ છે, પણ તેઓ રાહુલ ગાંધીનું સમર્થન નથી કરી રહ્યાં !

PM મોદીથી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ પાછળ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા દેશના મોટા ભાગના રાજ્યોમાં કાયમ છે. ખાસ કરીને ઓડીશા, ગોવા અને તેલંગાણા આ ચાર્ટમાં મોખરે છે. સત્તારૂઢ NDA ગઠબંધનના મુખ્યપ્રધાનો વડાપ્રધાન મોદીથી ઘણા પાછળ છે. જો કે આ વાત સમજી શકાય એવી છે કે નરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય નેતા સામે એમની લોકપ્રિયતા કાઈ નથી, પણ આટલું બધું પાછળ હોવું એ ભવિષ્યના ચૂંટણી પ્રદર્શનમાં ભારે પડી શકે છે.

PM મોદીની લોકપ્રિયતાના ટ્રેન્ડની જેમ કેન્દ્ર સરકારની લોકપ્રિયતા કર્ણાટક, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, તમિલનાડુ અને પંજાબમાં સ્પષ્ટ રીતે સરેરાશથી ઓછી છે. આ સર્વેમાં દેશભરમાંથી 30,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં તમામ 543 લોકસભા મત વિસ્તાર સામેલ છે.

આ પણ વાંચો: બિલ ગેટ્સ અમેરિકાના ‘સૌથી મોટા ખેડૂત’, 18 રાજ્યોમાં ખરીદી 2,42,000 એકર જમીન

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">