Rahul Gandhi એ કેન્દ્ર સરકારને આપી સલાહ, કહ્યું PR અને ફાલતુ પ્રોજેક્ટ્સને બદલે સરકાર ઓક્સિજન અને વેક્સિન પાછળ ખર્ચ કરે

|

Apr 24, 2021 | 2:15 PM

Rahul Gandhi: દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ઓક્સિજન (Oxygen) અને જરૂરી દવાઓની અછત યથાવત છે. હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા જો બેડ મળે તો ઓક્સિજન નથી મળી રહ્યો.

Rahul Gandhi એ કેન્દ્ર સરકારને આપી સલાહ, કહ્યું PR અને ફાલતુ પ્રોજેક્ટ્સને બદલે સરકાર ઓક્સિજન અને વેક્સિન પાછળ ખર્ચ કરે
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

Follow us on

Rahul Gandhi: દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ઓક્સિજન (Oxygen) અને જરૂરી દવાઓની અછત યથાવત છે. હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા જો બેડ મળે તો ઓક્સિજન નથી મળી રહ્યો. ઓક્સિજન મળે તો દર્દીના પરિજન જરૂરી દવાઓ માટે ધક્કા થાતા જોવા મળી રહ્યા છે. તેવી પરિસ્થિતીમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કેન્દ્ર સરકારને (Central Government) ખાસ અપીલ કરી છે

રાહુલ ગાંધીએ ટ્વીટ (Tweet) કરીને કહ્યુ છે કે “સદ્ભાવ સાથે કેન્દ્ર સરકારને અપીલ છે કે તેઓ પીઆર (PR) અને બિનજરૂરી પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચા કરવાની જગ્યાએ વેક્સિન, ઓક્સિજન તેમજ અન્ય સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પર ધ્યાન આપે. આવનાર દિવસોમાં કોરોનાનું સંકંટ હજી વધી શકે છે. તેની સામે લડવા માટે દેશએ તૈયાર રહેવુ જરૂરી છે. હાલની પરિસ્થિતી અસહ્ય છે.”

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

પહેલા આ બોલીને કેન્દ્ર પર સાધ્યો હતો નિશાનો

દેશમાં વધતા કોરોના સંક્રમણ અને બગડતા હાતતને લઇને કૉંગ્રેસ સતત કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવી રહી છે. આની પહેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાને કારણે થઇ રહેલી મોત માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે “કોરોના વાયરસના કારણે ઓક્સિજનનું સ્તર સતત પડી રહ્યુ છે, પરંતુ ઓક્સિજનની કમી અને આઇસીયૂ (ICU) બેડની અછતના કારણે મોત થઇ રહ્યા છે. ભારત સરકાર, આ જવાબદારી તમારી છે”

રાહુલ ગાંધીનું આ ટ્વીટ મહારાષ્ટ્રના પાલઘર (Palghar) જિલ્લામાં એક હોસ્પિટલમાં આગ લાગવાને કારણે 13 કોરોનાના દર્દીઓનું મોત થયા સામે આવ્યુ હતુ. તેમણે આ ઘટનાને કારણે કોરોનાના દર્દીઓના મોત થયા હતા તેને લઇને દુખ જતાવ્યુ હતુ. રાહુલે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે કેન્દ્ર “સરકારની વેક્સિન રણનીતિ નોટબંધી થી ઓછી નથી- સામાન્ય લોકો લાઇનમાં લાગશે, આર્થિક, સ્વાસ્થ્ય અને જીવનું નુકશાન સહન કરશે.”

હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. લાખો કોરોનાના નવા કેસ રોજ આવી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની સખત અછત જોવા મળી રહી છે. દવાઓનો જથ્થો પણ અપૂરતા પ્રમાણમાં છે અને લોકો દવાઓ માટે ધક્કા ખાય રહ્યા છે. દિલ્લીની બે હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે બે દિવસમાં 30 થી વધુ દર્દીઓએ પોતાની જીવ ગુમાવ્યા છે. ત્યારે ઓક્સિજનના ઉત્પાદનને વધારવાની દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે.

Next Article