Uttarakhand : ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન બનશે Pushkar Singh Dhami, આજે જ લઇ શકે છે શપથ

|

Jul 03, 2021 | 4:35 PM

Uttarakhand new CM Pushkar Singh Dhami : મુખ્યમંત્રીની જવાબદારી મળ્યા બાદ પુષ્કરસિંહ ધામી એ કહ્યું કે તેઓ અગાઉના કામોને આગળ ધપાવશે. ઉધમસિંહનગર જિલ્લાની ખતીમા બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા પુષ્કરસિંહ ધામી સતત બીજી વખત ધારાસભ્ય છે.

Uttarakhand : ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન બનશે Pushkar Singh Dhami, આજે જ લઇ શકે છે શપથ

Follow us on

Uttarakhand : તિરથસિંહ રાવતે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં હવે નવા મુખ્યપ્રધાનની અટકળોનો અંત આવ્યો છે. યુવા ચહેરા પુષ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami) ના હાથમાં ભાજપે સીએમ પદની કમાન આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ધામી આજે મુખ્યપ્રધાન પદના શપથ લઈ શકે છે.

મુખ્યપ્રધાનની જવાબદારી મળ્યા બાદ પુષ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami) એ કહ્યું કે તેઓ અગાઉના કામોને આગળ ધપાવશે. ઉધમસિંહનગર જિલ્લાની ખતીમા બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા પુષ્કરસિંહ ધામી સતત બીજી વખત ધારાસભ્ય છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની નજીકના માનવામાં આવતા ધામીએ BJYM ના પ્રદેશ અધ્યક્ષ સહિત પાર્ટીમાં અન્ય હોદ્દા પર સેવા આપી છે અને યુવાનોમાં તેમની પકડ વધુ સારી માનવામાં આવે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ધારાસભ્યદળની બેઠકમાં લેવાયો નિર્ણય
કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરે (Narendrasinh Tomare)એ જણાવ્યું હતું કે ધારાસભ્ય દળની બેઠકમાં ઉત્તરાખંડ ભાજપ પ્રદેશ પ્રમુખ મદન કૌશિક અને પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે પુષ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami) ના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેના પર તમામ ધારાસભ્યોએ સહમતી દર્શાવી હતી.

મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવા માટે ભાજપ હાઈકમાને કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરની ઉત્તરાખંડના નિરીક્ષક તરીકે તેમણે ઉત્તરાખંડ મોકલ્યા હતા. નરેન્દ્રસિંહ તોમર આજે 3 જુલાઈએ સવારે 10 વાગ્યે ઉત્તરાખંડ પહોચ્યા હતા અને તેમની સાથે પ્રદેશ પ્રભારી દુષ્યંત ગૌતમ પણ ઉત્તરાખંડ પહોચ્યા હતા.

આ પણ વાંચો : Uttarakhand : મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે આપ્યું રાજીનામું, હવે 56 ધારાસભ્યોમાંથી કોઈ એક બનશે ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન

Published On - 4:21 pm, Sat, 3 July 21

Next Article