Punjab : નવજોતસિંહ સિદ્ધુથી નારાજ રાહુલ ગાંધી, કેપ્ટનને ટીમને ખુશ કરવાની આપી શિખામણ

|

Jun 22, 2021 | 5:57 PM

કોંગ્રેસ(Congress)હાઈકમાન્ડે Punjab ના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહને ટીમને સંભાળવાની સલાહ આપી છે. જ્યારે બીજી તરફ પૂર્વ રાહુલ ગાંધી નવજોતસિંહ સિદ્ધુથી નારાજ હોવાનું માનવામાં આવે છે.

Punjab : નવજોતસિંહ સિદ્ધુથી નારાજ રાહુલ ગાંધી, કેપ્ટનને ટીમને ખુશ કરવાની આપી શિખામણ
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહને ટીમને સંભાળવાની સલાહ આપી

Follow us on

Punjab માં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમ પર છે. તેવા સમયે આ વિવાદનો ફાયદો વિપક્ષોને થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેના પગલે કોંગ્રેસ(Congress) હાઈ કમાન્ડે Punjab ના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહને ટીમને સંભાળવાની સલાહ આપી છે. જ્યારે બીજી તરફ પૂર્વ રાહુલ ગાંધી નવજોતસિંહ સિદ્ધુથી નારાજ હોવાનું માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જૂથવાદને સમાપ્ત કરવા માટે રચાયેલી કોંગ્રેસ(Congress) ની ત્રણ સભ્યોની કમિટીએ પણ સિદ્ધુની જાહેર ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે.

નવજોતસિંહ સિદ્ધુ જૂથને સમજાવવા માટે તમામ પ્રયત્નો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સમાચાર એજન્સીના સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે મંગળવારે સમિતિએ સીએમ કેપ્ટન અમરિંદર સિંહને નારાજ ધારાસભ્યોને વહેલા મનાવવા સલાહ આપી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પહેલા કોંગ્રેસ(Congress)ના ધારાસભ્યોને મનાવવા જરૂરી છે. નવજોતસિંહ સિદ્ધુ જૂથને સમજાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

જાહેરમાં ટીકા- ટિપ્પણી ટાળવી જોઈએ

એવું કહેવામાં આવી રહ્યું છે કે કમિટી અને રાહુલ ગાંધી નવજોત સિંહ સિદ્ધુના વ્યવહારથી ખુશ નથી. ખાસ કરીને તેમના નિવેદનમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે પંજાબમાં ‘બે પરિવારો’ લાભ લઈ રહ્યા છે. જ્યારે સમિતિ અને ટોચનું નેતૃત્વ એવું માને છે કે જાહેરમાં ટીકા- ટિપ્પણી ટાળવી જોઈએ.

અમરિંદરસિંહ દિલ્હીમાં ત્રણ સભ્યોની  સમિતિને મળ્યા હતા

Punjab ના સીએમ અમરિંદરસિંહ દિલ્હીમાં ત્રણ સભ્યોની એઆઈસીસી સમિતિને મળ્યા હતા. આ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે અમૃતસરના સાંસદ ગુરજિતસિંઘ ઔજલા અને ફતેહગઢ સાહિબના ધારાસભ્ય કુલજીતસિંહ નાગરા સહિત પંજાબના કેટલાક નેતાઓને મળ્યા હતા. આજે પણ તે ઘણા નેતાઓને મળશે.

મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં સમિતિની રચના 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં રચાયેલી એઆઈસીસી સમિતિની રચના પંજાબ રાજ્યમાં જૂથવાદને સમાપ્ત કરવા અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીને મજબૂત બનાવવા માટે કરવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ ફરી એકવાર કેપ્ટન સામે મોરચો ખોલ્યો છે અને પાર્ટીને બીક છે કે આ જૂથવાદનો ફાયદો આગામી ચૂંટણીઓમાં અન્ય પક્ષોને મળી શકે છે.

કોંગ્રેસે જુથવાદને સમાપ્ત કરવા માટે કવાયત હાથ ધરી

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસના આંતરિક વિવાદનો ફાયદો ભાજપ અને આપ પાર્ટીને થઈ શકે છે. તેમજ ભાજપ છોડીને કોંગ્રેસના આવેલા નવજોતસિંહ સિદ્ધુ તેમના જુથ સાથે આપ પાર્ટીમાં જોડાય તેવી અટકળો પણ તેજ બની છે. જેના પગલે કોંગ્રેસે જુથવાદને સમાપ્ત કરવા માટે કવાયત હાથ ધરી છે.

Next Article