Punjab Election 2021: ખેડૂત આંદોલનના લીધે ભાજપને ફટકો, 7 કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય

|

Feb 17, 2021 | 4:19 PM

Punjab Election 2021:  પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કૃષિ કાયદાના વિરોધ વચ્ચે યોજાઈ હતી અને તેના પરિણામો પણ તેની વચ્ચે આવ્યા છે.

Punjab Election 2021: ખેડૂત આંદોલનના લીધે ભાજપને ફટકો, 7 કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય

Follow us on

Punjab Election 2021:  પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કૃષિ કાયદાના વિરોધ વચ્ચે યોજાઈ હતી અને તેના પરિણામો પણ તેની વચ્ચે આવ્યા છે. જેમાં આ પરિણામો કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે તે ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ છે. પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોમાં કોંગ્રેસ મોટાપાયે વિજય તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેવું લાગે છે, જ્યારે ભાજપ અને એસએડીનું પ્રદર્શન તદ્દન નબળું દેખાઈ રહ્યું છે.

 

જેમાં Punjabમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની અગ્નિપરીક્ષા તરીકે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને ગણવામાં આવી રહી છે. જેમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ થઈ છે. પંજાબમાં 14 ફેબ્રુઆરીએ 117 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 109 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયત છે, જ્યારે 8 મહાનગરપાલિકાઓ છે. 8 મહાનગરપાલિકા અબોહર, ભથિંડા, બાટલા, કપુરથલા, મોહાલી, હોશિયારપુર, પઠાણકોટ અને મોગા અને 109 નગરપાલિકા કાઉન્સિલમાં 2,252 વોર્ડનું પરિણામ આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

અત્યાર સુધી સામે આવેલા પરિણામો કોંગ્રેસની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. તેમજ ખેડૂત આંદોલનના પગલે ભાજપને અનેક જગ્યાઓ પર આંચકો લાગ્યો છે. જેમાં 7  મ્યુનિસપિલ કોર્પોરેશનમાં કોંગ્રેસની જીત થઈ છે. જેમાં  અબોહર, ભઠિંડા, બટાલા, કપુરથલા, હોશિયારપુર અને મોગામાં જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ગઢ મનાતા પઠાણકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસનો જાદુ ચાલ્યો છે. કોંગ્રેસે 50 વોર્ડમાંથી 23 વોર્ડમાં જીત મેળવી છે.

 

આ પણ વાંચો: Gujarat : દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી, રાજયભરમાં રહેશે વાદળછાયું વાતાવરણ

Next Article