Punjab Congress: પંજાબમાં સિદ્ધુ અને અમરિંદર વચ્ચે રાજકીય ખેંચતાણ યથાવત, એકબીજા વચ્ચે રમાઈ રહી છે રાજકીય શતરંજ

|

Jul 17, 2021 | 9:56 AM

રાજકીય ખેચતાણ ચાલી રહી છે તે વચ્ચે સિદ્ધુના ધરે તો ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે અને મિઠાઈઓ પણ વહેંચાવા લાગી છે. મહત્વની વાત એ છે કે સિદ્ધુને લઈ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં નથી આવી

Punjab Congress: પંજાબમાં સિદ્ધુ અને અમરિંદર વચ્ચે રાજકીય ખેંચતાણ યથાવત, એકબીજા વચ્ચે રમાઈ રહી છે રાજકીય શતરંજ
Capt Amarinder calls special meeting of his people after Sidhu was made state president of Punjab Congress (File)

Follow us on

Punjab Congress: નવજોતસિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ને પંજાબ કોંગ્રેસ (Punjab Congress)નાં પ્રમુખ બનાવવાને લઊને કોંગ્રેસ મગનું નામ મરી નથી પાડી રહી. એક તરફ આ રાજકીય ખેચતાણ ચાલી રહી છે તે વચ્ચે સિદ્ધુના ધરે તો ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે અને મિઠાઈઓ પણ વહેંચાવા લાગી છે. મહત્વની વાત એ છે કે સિદ્ધુને લઈ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં નથી આવી.

આ વચ્ચે સિદ્ધુને અભિનંદન આપતા પોસ્ટર પણ લગાડાવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે આ પ્રકારનાં પોસ્ટરમાંથી કેપ્ટન અમરિંદર સિંહની તસવીર જ ગાયબ જોવા મળી રહી છે. ચંદીગઢમાં કોંગ્રેસ ઓફિસ બહાર પણ સિદ્ધુનાં સમર્થક જશ્ન મનાવવા માટે પહોચી ગયા હતા અને આ જગ્યા પર ઢોલ નગારા સાથે માત્ર હવે અધિકૃત રીતે તેમને પ્રમુખ બનાવવા માટેની જાહેરાત કરાય તેની રાહ જોવાઈ રહી છે.

પંજાબ, યૂપી સહિતનાં ઘણા રાજ્યમાં આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. યૂપીમાં બીજી પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગી છે ત્યારે કોંગ્રેસમાંથી ખેંચતાણ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. નવજોત સિદ્ધુ અને કેપ્ટન અમરિંદરસિંહ વચ્ચે જાણે રાજકીય શતરંજની બાજી રમાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. મીટિંગ અને બેઠકોનો દોર ફરી શરૂ થઈ ગયો છે પરંતુ ઉકેલ જોવા નથી મળી રહ્યો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

વિવાદ વચ્ચે શક્તિ પ્રદર્શન

રાજકીય ઘમસાણ વચ્ચે સિદ્ધુએ રાતે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી કે જેમાં 5 મંત્રી અને આશરે 10 ધારાસભ્યોની મહત્વની બેઠક થઈ. સિદ્ધુની આ બેઠક પછી કેપ્ટન અમરિંદર સિહે પણ મોહાલી સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર નજદીકનાં ધારાસભ્ય, મંત્રી અને સાંસદોની બેઠક બોલાવી હતી જેમાં આગામી સમયની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સિદ્ધુ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકને લઈ તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. કેપ્ટનને માહિતિ પણ મળી હતી કે આ બેઠકમાં હાજર મંત્રીઓ અને ધારાસભ્યોને રાજીનામુ આપવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આ વાત લઈને હરીશ રાવત સાથે કેપ્ટનની વાત થયા બાદ સિદ્ધુને પણ બોલાવવામાં આવ્યા હતા.

કમલનાથ અને સોનિયા ગાંધી વચ્ચે મુલાકાત

સૂત્રો પાસેથી મળી રહેલી માહિતિ પ્રમાણે કમલનાથે સોનિયા ગાંધીને સિદ્ધુને પંજાબ કોંગ્રેસનાં પ્રમુખનું પદ નહી આપવા ભલામણ કરી હતી. તેમમે જમાવ્યું હતું કે આ પ્રકારની સ્થિતિમાં તેમને પદ આપવામાં આવસે તો જંગમાં વધારો થશે. જમાવવું રહ્યું કે કમલનાથ, કેપ્ટન અમરિંદરનાં નજીકનાં માનવામાં આવે છે અને અગાઉ તે પંજાબના પ્રભારી પણ રહી ચુક્યા છે.

Next Article