પુલવામા આતંકી હુમલા બાદ ગત શુક્રવારે ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનલ (MFN)નો દરજ્જો પાછો ખેંચી પ્રથમ આર્થિક પ્રહાર કર્યો હતો અને હવે ભારતે પાકિસ્તાનથી આયાત થતા 3400 કરોડજ રૂપિયાના સામાન પર 200 ટકા ભારે આયાત શુલ્ક (IMPROT DUTY) ઠોકી દીદો છે.
નાણા પ્રધાન અરુણ જેટલીએ પાકિસ્તાની સામાન પર 200 ટકા આયાત શુલ્ક તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવાની જાહેરાત કરતા ટ્વીટ કર્યું, ‘પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસેથી એમએફએનનો દરજ્જો પરત લઈ લીધો છે. તેના પગલે પાકિસ્તાનથી ભારતમાં નિકાસ થતા તમામ ઉત્પાદનો પર બેસિક કસ્ટમ ડ્યૂટીમાં તાત્કાલિક અસરથી 200 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે.’
વર્ષ 2017-18માં લગભગ 3482.3 કરોડ રૂપિયાના સામાનની નિકાસ પાકિસ્તાને ભારતમાં કરી હતી કે જેમાં સૌથી વધુ નિકાસ કરાતા ફળ પર 30થી 50 ટકા અને સીમેંટ પર 7.5 ટકા આયાત શુલ્ક હતો. 200 ટકા વધારો થતા આ તમામ વસ્તુઓના ભાવો વધી જશે અને તેના પગલે ભારતમાં પાકિસ્તાની ઉત્પાદનોની માંગણી તદ્દન ઘટી જશે. પાકથી નિકાસ થતા અને ભારતમાં આયાત થતા સામાનોમાં તાજા ફળ, સીમેંટ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, જથ્થાબંધ ખનિજ અને અયસ્ક, તૈયાર ચામડું, સંસાધિત ખનિજ, ડ્રાય ફ્રૂટ્સ, ઇનઑર્ગેનિક કેમિકલ, કાચું કપાસ, મસાલા, ઊન, રબર ઉત્પાદોન, આલ્કોહલ પેય, મેડિકલ ઉપકરણો, સમુદ્રી ઉત્પાદનો, પ્લાસ્ટિક, કલર ડાઈ અને ખેલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
India has withdrawn MFN status to Pakistan after the Pulwama incident. Upon withdrawal, basic customs duty on all goods exported from Pakistan to India has been raised to 200% with immediate effect. #Pulwama
— Arun Jaitley (@arunjaitley) February 16, 2019
[yop_poll id=1501]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:34 am, Sun, 17 February 19