Gujarati NewsPoliticsPriyanka gandhi vadra enters into an active politics gets an important responsibility ahead of loksabha election
નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં ‘Entry’, જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના
આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની […]
આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે.
કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની ગયેલી લોકસભાની આગામી ચૂંટણી પહેલા પોતાનો ટ્રંપનો એક્કો કાઢ્યો છે. લાંબા સમયની રાહ બાદ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય રાજકારણમાં આવી રહ્યાં છે અને કોંગ્રેસે તેમને મહાસચિવ બનાવવાનું એલાન કર્યું છે. તેમને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી આ પદ પર પોતાનો કાર્યભાળ સંભાળશે. પાર્ટીએ તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવ્યા છે. તેમને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. તે પહેલા તેમને મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવાની અટકળો હતી.
અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. કે.સી.વેણુગોપાલ કોંગ્રેસ સંગઠનના પ્રભારી હશે.