VIDEO: જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન, તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ

|

Jul 20, 2019 | 2:07 PM

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન છે. મતદાન પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. EVM મતદાન મથકો સુધી પહોંચી ગયા છે અને ચૂંટણીના પ્રચાર પડઘમ ગઇકાલના જ શાંત પડી ગયા છે. જુનાગઢમાં 95 સંવેદનશીલ, જ્યારે 33 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે..જેને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જૂનાગઢનો જંગ જીતવા બંને પક્ષોએ એડીચોટીનું […]

VIDEO: જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન, તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ

Follow us on

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન છે. મતદાન પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. EVM મતદાન મથકો સુધી પહોંચી ગયા છે અને ચૂંટણીના પ્રચાર પડઘમ ગઇકાલના જ શાંત પડી ગયા છે. જુનાગઢમાં 95 સંવેદનશીલ, જ્યારે 33 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે..જેને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જૂનાગઢનો જંગ જીતવા બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન, જાણો તેમના જીવન વિશેની વાતો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વોર્ડ અને બેઠકોની વાત કરવામાં આવે તો 2019માં નવા સિમાંકન મુજબ જુનાગઢમાં કુલ 15 વોર્ડ અને 60 બેઠકો છે. પરંતુ મતદાન 59 બેઠકો પર થશે. જેમાં કુલ 159 ઉમેદવારો મેદાનમાં છે. પહેલા આ જંગમાં 162 ઉમેદવારો મેદાનમાં હતા. જો કે હવે ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે. આ ચૂંટણીમાં જૂનાગઢના કુલ 2 લાખ 38 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપને ઓછા મતદાનનો ભય સતાવી રહ્યો છે. જેથી મનપા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ભાજપે અલગથી રણનીતિ ઘડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2014માં જૂનાગઢ મનપા પર ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે ભાજપ 2019ના જંગમાં 65 થી 70 ટકા મતદાન થાય તેવા પ્રયાસો કરશે. જો કે હાલ તો કોંગ્રેસ પણ મતદારોને બૂથ સુધી લાવવાના પ્રયાસોમાં જોતરાયું છે. ચૂંટણીને અસર કરતા પરિબળ એવા જાતિગત સમીકરણોની વાત કરીએ તો જુનાગઢમાં કડવા અને લેઉઆ પટલે મળીને કુલ 65 હજાર પાટીદાર મતદારો છે. 45 હજાર મતદારો મુસ્લિમ છે. 32 હજાર આસપાસ બ્રાહ્મણોનું પ્રભુત્વ છે જ્યારે આહિર અને દલિતની વસતી 12 હજારની આસપાસ છે. ત્યારે જૂનાગઢની જનતા કોને સત્તા પર બેસાડે છે તે જોવુ રસપ્રદ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article