Pondicherryમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન, કેન્દ્રીય કેબિનેટે આપી પ્રસ્તાવને મંજૂરી

|

Feb 24, 2021 | 5:40 PM

Pondicherryમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી છે. અગાઉ કેન્દ્રશાસિત Pondicherryમાં કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન સરકારના પતન પછી લેફ્ટનન્ટ ગવર્નર સૌદર્યરાજે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી.

Pondicherryમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન, કેન્દ્રીય કેબિનેટે આપી પ્રસ્તાવને મંજૂરી

Follow us on

Pondicherryમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી છે. અગાઉ કેન્દ્રશાસિત Pondicherryમાં કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન સરકારના પતન પછી લેફ્ટનન્ટ ગવર્નર સૌદર્યરાજે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને તેના સાથી પક્ષોએ રાજ્યમાં સરકાર બનાવવાની ના પાડી દીધી છે. એપ્રિલ-મેમાં પોંડેચરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.

 

પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે, નારાયણસામીની આગેવાનીવાળી સરકારે પોંડેચરીમાં રાજીનામું આપ્યું હતું. જેની બાદ રાજયપાલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પડી ભાંગી હતી. મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી (V. Narayanasamy) સોમવારે બહુમત સાબિત કરી શક્યા નહીં. વિધાનસભાના વિશેષ સત્રમાં તેમણે કહ્યું કે ભૂતપૂર્વ એલજી કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષો સાથે મળીને સરકારને પાડવાનો પ્રયાસ કર્યો છે. જો અમારા ધારાસભ્યો અમારી સાથે હોત તો સરકાર પાંચ વર્ષ ચાલતી. નારાયણસામીએ કહ્યું કે, અમે ડીએમકે અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. આ પછી અમે ઘણી ચૂંટણીઓ જોઈ. અમે તમામ પેટા ચૂંટણીઓમાં જીત મેળવી. એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પુડુચેરીના લોકો અમારા પર વિશ્વાસ કરે છે.

 

6 ધારાસભ્યોના રાજીનામાંથી સંકટ વધ્યું હતું

તાજેતરમાં જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ સરકાર ઉપર સંકટ વધી ગયું હતું. આ બાદ લેફ્ટનન્ટ ગવર્નર તામિલિસાઈ સૌંદરારાજે સરકારને બહુમતી સાબિત કરવા જણાવ્યું હતું. ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા રવિવારે કોંગ્રેસના એક ધારાસભ્ય અને ગઠબંધનનો ભાગ રહેલા ડીએમકેના એક ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ નારાયણસામી સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી.

 

કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો (સ્પીકર સહીત 12)નો સપોર્ટ હતો. જેમાં 2 ડીએમકેના ધારાસભ્યો અને એક અન્ય હતા. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 14 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. જોકે નારાયણસ્વામી કહી રહ્યા હતા કે તેઓ પાસે 14 સીટનું સમર્થન છે. તેમ છતાં ફ્લોર ટેસ્ટથી પર નારાયણસ્વામી બહુમતી સાબિત ના કરી શક્યા. જેના કારણે પોંડેચરીમાં ગઠબંધન સરકારનું પતન થયું  હતું.

 

આ પણ વાંચો: ચીનના સેલ્સમેન બની શ્રીલંકા પહોચ્યા Imran Khan, ખોટા ફાયદાઓ ગણાવી CPECમાં લંકાને ફસાવવાની ચાલ?

Next Article