પીએમ મોદીએ ચૂંટણી સભા માટે વીવીઆઈપી વિમાનનો ઉપયોગ કર્યો, કોંગ્રેસે કરી ચૂંટણી પંચને ફરિયાદ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભામાં જવા માટે વીવીઆઈપી વિમાનનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ શનિવારે બંગાળમાં રાજકીય રેલીઓ માટે પીએમ મોદી દ્વારા વીવીઆઈપી વિમાનના ઉપયોગ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

પીએમ મોદીએ ચૂંટણી સભા માટે વીવીઆઈપી વિમાનનો ઉપયોગ કર્યો, કોંગ્રેસે કરી ચૂંટણી પંચને ફરિયાદ
પીએમ મોદીએ ચૂંટણી સભા માટે વીવીઆઈપી વિમાનનો ઉપયોગ
Chandrakant Kanoja

|

Apr 04, 2021 | 11:25 AM

West Bengal માં ચૂંટણી સભામાં જવા માટે વીવીઆઈપી વિમાનનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ શનિવારે બંગાળમાં રાજકીય રેલીઓ માટે પીએમ મોદી દ્વારા વીવીઆઈપી વિમાનના ઉપયોગ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. અધિર રંજન ચૌધરીએ પીએમ મોદીની ફરિયાદ કરી હતી અને ચૂંટણી પંચને આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાને લખેલા પત્રમાં, અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, “કોઈપણ સત્તાવાર મુલાકાત વખતે વડા પ્રધાનની સુરક્ષા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ જ્યારે વડા પ્રધાન કોઈ રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવા જાય છે. ત્યારે તે અન્ય કોઈ રાજકીય નેતાને મુશ્કેલી ના પડવી જોઈએ. પરંતુ તેના લીધે મને મુશ્કેલી પડી અને મારો પૂર્વ આયોજિત રાજકીય કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

તેમણે આગળ લખ્યું, ‘મને ખબર નથી કે અન્ય પ્રવૃત્તિઓ બંધ કરવી એ વડા પ્રધાનના રાજકીય કાર્યક્રમનો ભાગ છે કે નહીં. જ્યારે હું રેલ્વે મંત્રાલયમાં રેલવે રાજ્ય પ્રધાન હતો ત્યારે મેં મારી સલૂન કારનો ઉપયોગ ચૂંટણી હેતુ માટે ક્યારેય કર્યો નહોતો. મને સમજાતું નથી કે શું વીવીઆઈપી વિમાન (જે વિદેશી મુસાફરી માટે છે) તેનો ઉપયોગ રાજકીય રેલીઓમાં ભાગ લેવા માટે થઈ શકે છે.

તેમણે ચૂંટણી પંચને કહ્યું હતું કે, જ્યારે ભારત આટલો ગરીબ દેશ છે, ત્યારે તમામ સરકારી કર્મચારીઓએ કોરોના રોગચાળા દરમિયાન રાજ્યના કેટલાક દિવસોના પગાર ત્યજી દીધો છે . મતદારોને તેમના મતવિસ્તારોમાં સતત બે વર્ષ માટે એમપી ફંડ ડેવલપમેન્ટ વર્ક (એમપીએલએડી) માટે નાણાંથી વંચિત રહેવું પડે છે. આ બધી માહિતી તમારા માટે છે તમે જેથી જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે , West Bengal વિધાનસભાની મુદત 30 મેના રોજ સમાપ્ત થઈ રહી છે. 17 મી વિધાનસભાની ચૂંટણી માટે 7,34,07,832 મતદાતા ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી કુલ આઠ તબક્કામાં યોજાશે. બે તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ત્રીજા તબક્કામાં ૩૧ બેઠકો માટે ૬ એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે.

જયારે ચોથા તબક્કામાં 44 બેઠકો માટે 10 એપ્રિલના રોજ , પાંચમા તબક્કામાં 45 બેઠકો માટે 17 એપ્રિલના રોજ, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો 22 એપ્રિલના રોજ, સાતમા તબક્કામાં 36 બેઠકો 26 એપ્રિલના રોજ અને 29 મી એપ્રિલના રોજ આઠમા અને અંતિમ તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ પાંચ રાજ્યોના એક સાથે 2 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati