PM Modi શુક્રવારે કરશે Cyclone Yaas પ્રભાવિત ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનું હવાઈ સર્વેક્ષણ

|

May 27, 2021 | 7:32 PM

PM Modi આવતીકાલે ચક્રવાત યાસ( Cyclone Yaas) ને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. PM Modi સમીક્ષા બેઠક માટે સૌ પ્રથમ ભુવનેશ્વર જશે. તેની બાદ તે બાલાસોર, ભદ્રક અને પૂર્વ મિદનાપુરનું હવાઈ સર્વેક્ષણ કરશે અને બંગાળમાં સમીક્ષા બેઠક કરશે.

PM Modi શુક્રવારે કરશે Cyclone Yaas પ્રભાવિત ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનું હવાઈ સર્વેક્ષણ
PM Modi શુક્રવારે લેશે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની મુલાકાત, Cyclone Yaas થી થયેલા નુકશાનની કરશે સમીક્ષા

Follow us on

PM Modi આવતીકાલે ચક્રવાત યાસ( Cyclone Yaas) ને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. PM Modi સમીક્ષા બેઠક માટે સૌ પ્રથમ ભુવનેશ્વર જશે. તેની બાદ તે બાલાસોર, ભદ્રક અને પૂર્વ મિદનાપુરનું હવાઈ સર્વેક્ષણ કરશે અને બંગાળમાં સમીક્ષા બેઠક કરશે.

ચક્રવાત ‘યાસ’ ( Cyclone Yaas) બુધવારે દેશના પૂર્વીય દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તેમજ 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું હતું, ખેતરોમાં પાણી ભરાયા હતા. યાસના કારણે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વિનાશ સર્જાયો હતો. ત્રણ રાજ્યોમાં 21 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કેનોઝાર અને બાલાસોરમાં વૃક્ષો ધરાશાયી થતાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી. મયુરભંજમાં ઘરની નીચે પડ્યા બાદ અન્ય એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઓરિસ્સાના બાલાસોર અને ભદ્રક જિલ્લામાં 128 ગામોમાં પાણી ભરાયા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ગામોને સાત દિવસ રાહત આપવાની જાહેરાત કરી છે. આજે સીએમ નવીન પટનાયકે એરિયલ સર્વે કર્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં ચક્રવાતથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે ત્રણ લાખ ઘરને નુકસાન પહોંચ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ચક્રવાતથી રાજ્ય સૌથી વધુ અસરગ્રસ્ત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બંગાળના ઓછામાં ઓછા એક કરોડ લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ મકાનોને નુકસાન થયું છે.

પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો છે કે ચક્રવાત યાસ( Cyclone Yaas)ના કારણે ઓછામાં ઓછા એક કરોડ લોકોને અસર થઈ છે. યાસ એ તા-ઉતે પછી એક અઠવાડિયાની અંદર દેશના દરિયાકાંઠે ત્રાટકનારું બીજું ચક્રવાત છે. PM Modiતાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ થયેલા નુકસાન અંગે સમીક્ષા બેઠક કરી હતી.

Published On - 4:11 pm, Thu, 27 May 21

Next Article