PM MODI: ઉતરાખંડના લોકોનુ મનોબળ કોઈ પણ આપત્તિને માત કરી શકવા સક્ષમ, દેશ ઉતરાખંડની સાથે

વડાપ્રધાન મોદીએ ( PM MODI ) રાજકીય ટિપ્પણી કરતા કહ્યું મા, માટી અને માનુષની વાત કરતી મમતા સરકાર ખેડૂત વિરોધી છે. જયશ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને હક્કાના પૈસા આપવા માંગે છે, પણ મમતા સરકારે 25 લાખ ખેડૂતોમાંથી માત્ર 6 હજાર ખેડૂતોની જ વિગતો આપતા બાકીના ખેડૂતોને કેન્દ્ર સરકાર નાણાં નથી આપી શકતી.

PM MODI: ઉતરાખંડના લોકોનુ મનોબળ કોઈ પણ આપત્તિને માત કરી શકવા સક્ષમ, દેશ ઉતરાખંડની સાથે
હલ્દીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Follow Us:
| Updated on: Feb 07, 2021 | 5:29 PM
વડાપ્રધાન મોદીએ રાજકીય ટિપ્પણી કરતા કહ્યું મા, માટી અને માનુષની વાત કરતી મમતા સરકાર ખેડૂત વિરોધી છે, જય શ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ( PM MODI )ઉતરાખંડમા હિમશીલા તુટી પડવાથી સર્જાયેલ કુદરત્તી આપત્તિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્તરાખંડના લોકોનું મનોબળ એટલુ મજબૂત છે કે ગમે તેવી આપત્તિને તેઓ માત કરી શકે છે. ઉતરાખંડના મોટા ભાગના ઘરમાંથી કોઈને કોઈ સૈન્યમાં જોડાયેલુ હોય છે. આજે આવેલી વિપદામાં સમગ્ર દેશ ઉતરાખંડ સાથે હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. કુદરતી આપત્તિને કારણે જાન માલને થયેલા નુકસાન હવે સામે આવી રહ્યું છે. ઉતરાખંડના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને એનડીઆરએફ રાહત કામમાં જોતરાયા છે. અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાતર કરાવ્યુ છે.

પશ્ચિમ બંગાળના હલ્દીયામાં વિવિધ વિકાસ યોજનાઓનુ શિલાન્યાસ કરતા વડાપ્રધાન મોદીએ, કહ્યુ કે, પૂર્વ ભારતમાં હવે એલપીજી ગેસ સરળતાથી મળશે. કોલકત્તામાં 8500 કરોડ રૂપિયાની કિંમતે, મેટ્રો યોજના ચાલી રહી છે.  કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે તૈયાર કરાશે. જેમાં સિલીગુડીથી કોલકત્તા જવાના માર્ગને અપગ્રેડ કરવામાં આવશે. આ વર્ષે બજેટમાં ચાના બગીચા માટે 1000 કરોડના પેકેજની વ્યવસ્થા કરીને  વિશેષ નાણાકીય ફાળવણી કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સંદર્ભે રાજકિય ટિપ્પણી કરતા કહ્યું કે, જયશ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે.  મા માટી અને માનુષની વાત કરતી બંગાળ સરકાર ખેડૂતોની વહારે નથી આવતી. કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના હક્કના નાણાં સીધા બેંક ખાતામાં જમા કરાવવા માગે છે પણ બંગાળ સરકાર ખેડૂતોની વિગતો જ આપતી નથી. અત્યાર સુધીાં 25 લાખમાંથી માત્ર 6 હજાર જ ખેડૂતોની વિગતો મોકલી છે. જેમની વિગતો નથી મોકલી તેવા ખેડૂતોને કેન્દ્ર સરકાર તેમના હક્કના નાણાં નથી આપી શકતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">