મારા માટે ચૂંટણી નહી દેશ મહત્વનો છે. દેશની જનતા ને રાજા- મહારાજાની જરૂર નથી, લોકો ચોકીદારને પસંદ કરે છે. PM મોદીએ કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, ખોટુ બોલવા વાળાની મેમરી સારી હોવી જોઈએ, યાદશક્તિ સારી ન હોવાથી તેઓ પકડાઈ જાય છે. ઉપરાંત તેઓ આંકડા પણ રોજ બદલે છે માટે ખોટુ બોલવાની ફેક્ટરી ઉઘાડી પડી જાય છે.
જનતા સાથે સંવાદ કરતા PM મોદી લોકોના સવાલોના જવાબ આપતા કહ્યું કે. તમારા વિસ્તારમાં કોઈ સારો પોલીસ અધિકારી આવે તો લોકોને સારો લાગે છે. પરંતુ જે ખોટુ કરે છે, તે લોકો ડરે છે અને પોતાના જવાબની સાથે ઉદાહરણ પણ આપ્યું કે, જે રાજ્યોમાં ભાજરની સરકાર છે ત્યાંના રેકોર્ડ તપાસતા 8 કરોડ ફર્જી નામ સામે આવ્યા. જેનો જન્મ નથી થયો તેવા લોકો મોટા થયા અને સરકારી લાભ પણ મળ્યા.
1 લાખ કરોડ થી વધુ રકમ વર્ષોથી ચોરી થતી હતી. જે આધાર કાર્ડ આવવાથી અટકી છે. જેથી દેશને લાભ થયો છે. 1 લાખ કરોડના ગોટાળા બંધ થતા, ચોકીદાર પર ચોરીના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કારણ કે મોદી સરકારમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજના અમલી બની જેનો લાભ નાગરીકોને સીધો મળે છે. જ્યારે, કોંગ્રેસની યોજના ડાયરેક્ટ બિચોલીયા ટ્રાન્સફર હતી. જેમાં તમામ રકમ વચોટીયા ખાઈ જતા હતા.હવે તે રૂપિયાથી જ દેશનો વિકાસ થઈ રહ્યો છે માટે આ ચોકીદાર વિરોધીઓને નડી રહ્યો છે.
પહેલી વખત વોટ કરનાર લોકોને પણ PM મોદીએ સંબોધ્યા અને કહ્યું કે, ખોટાની ફેક્ટરી ચલાવનાર લોકોથી બચવુ. તેમની ટેપ સાંભળવી નહીં પરંતુ તેમનો ટ્રેક જોવો કારણ કે 4 પેઢી થી ગરીબી હટાવોના ખોટા વાયદાઓ આપનાર લોકોથી બચવુ જરૂરી છે. કારણ કે, તેઓ કશું જ કરતા નથી માત્ર વાયદા આપીને જતા રહે છે.
વર્ષ 2014 થી 2019ના 5 વર્ષમાં કેટલાક લોકોને જેલના દરવાજે લઈ ગયો છુ. હવે આગામી સમયમાં તેમને જેલમાં મોકલવામાં આવશે. 5 વર્ષનું શાસન પહેલાની સરકારે કરેલા ખાડા પુરવામાં વિત્યા છે. 5 વર્ષમાં દેશની જરૂરીયાત પૂર્ણ કરવામાં વિત્યા છે. પરંતુ હવેના 5 વર્ષમાં આકાંક્ષા પુરી કરવામાં આવશે અને જ્યાં ખાડા પુરવામાં આવ્યા છે ત્યાં સ્વપ્નની ઈમારતો બનશે.
2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થશે. તે સમયે ભારતમાં એક પણ પરિવાર ઘર વિનાનું નહી હોય, ખેડૂતની આવક બે ગણી થશે. ઉપરાંત દેશને 5 ટ્રિલિયન ઈકોનોમી ક્લબમાં લઈ જવાનો ઉદેશ્ય PM મોદીએ જનતા સમક્ષ મુક્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]