Corona Vaccine લોન્ચ દરમ્યાન કેમ ભાવુક થયા PM મોદી, જુઓ VIDEO

|

Jan 16, 2021 | 6:16 PM

પીએમ મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી  કોરોના વેકસીનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સંબોધન દરમ્યાન એક ક્ષણ એવી પણ આવી હતી જયારે પીએમ મોદી Corona  કાળ દરમ્યાન પોતાનો જીવ ગુમાવનાર હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કસને યાદ કરીને ભાવુક થયા હતા.

ભારતે  કોરોના વાઈરસ વિરુદ્ધ  નિર્ણાયક લડત શરૂ કરી છે. જેમાં પીએમ મોદીએ આજે 16 જાન્યુઆરીના રોજ કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરી હતી. આજે દેશભરમાં ત્રણ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સંબોધન દરમ્યાન એક ક્ષણ એવી પણ આવી હતી, જ્યારે પીએમ મોદી કોરોનાકાળ દરમ્યાન પોતાનો જીવ ગુમાવનાર હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કસને યાદ કરીને ભાવુક થયા હતા.

 

 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજના દિવસનો  સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. કેટલા મહિનાથી દેશના તમામ બાળકો, વૃદ્ધો, અને યુવાનોના મુખ પર આ સવાલ હતો કે કોરોના વેક્સિન ક્યારે આવશે. હવે વેક્સિન આવી છે ખૂબ જ ઓછા સમયમાં વેક્સિન આવી છે. પીએમ મોદીએ રામધારી સિંહ દિનકરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “માનવ જબ જોર લગાતા હે તબ પથ્થર પાની બન જાતા હે”

 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ટીકાકરણ અભિયાન પૂર્વે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોએ  વેક્સિન લગાવી છે. બીજા તબક્કામાં અમે તેને 30 કરોડ સુધી લઈ જવાના છે. જે વૃદ્ધ છે અને ગંભીર રીતે બીમાર છે. તેમને આ તબક્કામાં રસી આપવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો કે 30 કરોડની વસ્તીવાળા સમગ્ર દુનિયામાં માત્ર ત્રણ જ દેશ છે. જેમાં ભારત, ચીન અને અમેરિકા. દુનિયામાં આટલા મોટા પ્રમાણમાં રસીકરણ અભિયાન આ પૂર્વે કયારેય ચલાવવામાં આવ્યું નથી.

 

આ પણ વાંચો: આ કારણે Whatsapp ઝૂક્યું, હાલ મોકૂફ રાખી પ્રાઈવસી પોલિસી અપડેટ

Next Video