Pegasus Spyware: પશ્ચિમ બંગાળમાં પેગાસસ જાસુસી કેસની ન્યાયિક તપાસ કરવા મમતાની જાહેરાત

|

Jul 27, 2021 | 2:31 PM

પેગાસસ જાસુસી સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચોમાસુ સત્ર દરમિયાન પણ વિપક્ષ દ્વારા પેગાસસ જાસુસીનો મુદો ઉઠાવવામાં આવ્યો છે.

Pegasus Spyware: પશ્ચિમ બંગાળમાં પેગાસસ જાસુસી કેસની ન્યાયિક તપાસ કરવા મમતાની જાહેરાત
Mamata Banerjee (File photo)

Follow us on

pegasus spyware:  પેગાસસ જાસુસી સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે પેગાસસ મામલે મમતા બેનર્જીએ (Mamata Banerjee ) ન્યાયિક તપાસ કમિશનની રચવાની જાહેરાત કરી છે અને આ માટે કોલકાત્તા હાઇકોર્ટનાં જસ્ટિસ જ્યોતિર્મય ભટ્ટાચાર્યને આ જવાબદારી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,ઇઝરાયેલના સૉફ્ટવેર (Israel Software)પેગાસસ દ્વારા જાસૂસીની બાબતની તપાસ પશ્ચિમ બંગાળના કમિશન દ્વારા કરવામાં આવશે.

પેગાસસ જાસુસી મામલે ન્યાયિક તપાસ કમિશન રચવાની કરી જાહેરાત

મમતા બેનર્જીએ જણાવ્યુ હતું કે,પેગાસસ જાસુસી મામલે કેન્દ્ર તરફથી કડક કાર્યવાહી કરવાામા આવશે પરંતુ કેન્દ્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ન્યાયિક તપાસ કમિશનની(Judicial Inquiry Commission) રચના કરવાની જાહેરાત કરી છે.આપને જણાવવુ રહ્યું કે,પેગાસસ મામલે ન્યાયિક તપાસ કમિશનની રચના કરનાર પ્રથમ રાજ્ય બનશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મમતા બેનર્જી આજે વડા પ્રધાન મોદી  સાથે મુલાકાત કરશે

બંગાળના CM મમતા બેનર્જી પાંચ દિવસ દિલ્હીના પ્રવાસે છે. તેઓ રાષ્ટ્રીય રાજધાની પ્રવાસ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)  તેમજ વિપક્ષના વરિષ્ઠ નેતાઓને મળવાની તૈયારીમાં છે. ત્યારે આજે તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે.ઉ.અહેવાલો અનુસાર, મમતા બેનર્જી આજે સાંજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.અને વડા પ્રધાન સાથેની તેમની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ(Press Conference) પણ કરી શકે છે.

મહત્વનું છે કે,વડા પ્રધાન સાથેની મુલાકાત પહેલાં તે બપોરે કોંગ્રેસના નેતા,મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ આનંદ શર્મા(Aanand Sharma) સાથે બેઠક કરશે.મુખ્યપ્રધાન મમતા બેનર્જી 28 જુલાઈના રોજ સાંજે 4.30 વાગ્યે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે અને સંસદના ચોમાસા સત્રમાં પણ ભાગ લેશે.

પેગાસસ જાસુસી મામલે આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court)એક વકીલ દ્વારા  અરજી કરવામાં આવી છે.જેમાં પોગાસસ જાસુસીસ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: BJP’s Parliamentary Meeting: ભાજપની સંસદીય દળની બેઠકમાં PM Modiનો વિપક્ષ પર પ્રહાર, આઝાદીની ઉજવણી માટે બતાવ્યો ખાસ પ્લાન

આ પણ વાંચો: West Bengal: હવે Mamta Banerjeeના મંત્રીના નામે થઈ ઠગાઇ, નકલી સહી કરી નોકરીમાં કરી અરજી, ફરિયાદ દાખલ

 

Next Article