પાર્ટીઓના હેશટેગ્સને માનવામાં આવે રાજકીય જાહેરાતોનો ભાગ, નિષ્ણાતોની સમિતિનો ચૂંટણી પંચને અહેવાલ

|

Mar 02, 2021 | 12:55 PM

ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા ચલાવવામાં આવતા હેશટેગ્સને પણ જાહેરાતનું એક રૂપ ગણી શકાય. આ ભલામણ ચૂંટણી પંચ દ્વારા રચિત નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવી છે.

પાર્ટીઓના હેશટેગ્સને માનવામાં આવે રાજકીય જાહેરાતોનો ભાગ, નિષ્ણાતોની સમિતિનો ચૂંટણી પંચને અહેવાલ

Follow us on

ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા ચલાવવામાં આવતા હેશટેગ્સને પણ જાહેરાતનું એક રૂપ ગણી શકાય. આ ભલામણ ચૂંટણી પંચ દ્વારા રચિત નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવી છે. સમિતિએ કહ્યું છે કે રાજકીય પક્ષો સોશિયલ મીડિયા કંપનીઓને ચૂંટણી દરમિયાન હેશટેગ માટે પૈસા ચૂકવે છે, તેથી તેને પણ ચૂંટણીલક્ષી ખર્ચમાં શામેલ થવી જોઈએ. અહેવાલ અનુસાર ગયા વર્ષે મતદાન પેનલ દ્વારા રચાયેલા નિષ્ણાતોની સમિતિએ ભલામણ કરી કે ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા વધુ ધ્રુવિકરણ પગલાઓને રાજકીય વિજ્ઞાપન માનવામાં આવે અને તેને ચૂંટણી પંચના મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી (MCMC)ના નિયમો હેઠળ લાવવામાં આવે.

 

ચૂંટણી ખર્ચની મર્યાદા અને ખર્ચની દેખરેખની વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની સમિતિએ અહેવાલ ચૂંટણી પંચને સુપ્રત કર્યો હતો. ભૂતપૂર્વ આઈઆરએસ અધિકારી હરીશ કુમારની અધ્યક્ષતાવાળી આ સમિતિએ 24 જાન્યુઆરીએ આ અહેવાલમાં અનેક સૂચનો કર્યા હતા. અહેવાલમાં પેનલે જણાવ્યું છે કે જિલ્લા ચૂંટણી અધિકારી માટે એક અલગ સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ બનાવવો જોઈએ. જેથી ચૂંટણી દરમિયાન સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી રાજકીય જાહેરાતો ઉપર નજર રાખી શકાય. કારણ કે વિવિધ રાજકીય પક્ષો સોશિયલ મીડિયા પરના વલણો માટે બોટ્સનો સહારો લે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

સમિતિએ પોતાના અહેવાલમાં એમ જણાવ્યું છે કે રાજકીય ઉદ્દેશ્ય માટે સોશ્યલ મીડિયા પર ચલાવવામાં આવતા હેશટેગ્સ પણ આ અભિયાનનો એક ભાગ છે. એટલે તેનો ખર્ચ પણ થાય છે. જો કે તેની કિંમત કેટલી છે તે શોધવું સરળ નથી. તેથી આ પણ ચૂંટણી ખર્ચના ભાગ રૂપે માનવામાં આવે. આ સાથે સમિતિએ એવું સૂચન પણ કર્યું છે કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીને સોશ્યલ મીડિયા પર રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ અંગે કેટલાક સોફ્ટવેર અથવા ફર્મની મદદથી જાણકારી મેળવવાની છૂટ આપવી જોઈએ. સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી પંચે સમિતિની ભલામણો સ્વીકારી લીધી છે. સમિતિએ ચૂંટણી પંચને કહ્યું છે કે રાજકીય પક્ષો દ્વારા ત્રણ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ગૂગલ જાહેરાતો સહિત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: જાણો શા માટે વધી Indian Wheat અને મકાઈની દુનિયાભરમાં ખરીદી, રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ

Next Article