Gujarati NewsPoliticsParesh rawal attack at navjoy singh said sony tv has more sense than sonia gandhi
નવજ્યોત સિંહ સિદ્ધૂ પર પરેશ રાવલે કહી દીધી એવી વાત કે સોનિયા ગાંધીની સમજણ સામે જ ઊભો કરી દીધો સવાલ
પુલવામા આતંકી હુમલા બાદ પંજાબના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજ્યોત સિંહ સિદ્ધૂ પોતાના નિવેદનના કારણે વિવાદોમાં છે. TV9 Gujarati Web Stories View more ભોલેનાથનો સૌથી પ્રિય ભોગ કયો છે? દરેકે જાણવું જરૂરી 13 જુલાઈએ શનિ ગ્રહ દેખાડશે આ રાશિઓ પર તેનો પ્રભાવ અમેરિકામાં પણ ગોલગપ્પા મળે છે, એક પ્લેટનો ભાવ જાણી ચોંકી જશો.. Jioના આ […]
ભોલેનાથનો સૌથી પ્રિય ભોગ કયો છે? દરેકે જાણવું જરૂરી
13 જુલાઈએ શનિ ગ્રહ દેખાડશે આ રાશિઓ પર તેનો પ્રભાવ
અમેરિકામાં પણ ગોલગપ્પા મળે છે, એક પ્લેટનો ભાવ જાણી ચોંકી જશો..
Jioના આ પ્લાનમાં ફ્રીમાં મળી રહ્યું Amazon Prime ! વેલિડિટી 84 દિવસની
Plant In Pot : શું તમારા તુલસીના છોડમાં પણ જંતુઓ છે ? આ ટીપ્સ અપનાવો
રાત્રે ઘરની બહાર કૂતરાનું રડવું શુભ કે અશુભ? કઈ વાતનો સંકેત આપે છે જાણો
આ જ વિવાદમાં હવે ભાજપના સાંસદ અને બૉલીવુડ અભિનેતા પરેશ રાવલે પણ ઝંપલાવ્યું છે. પરેશ રાવલે એવું ટ્વીટ કર્યું છે કે સિદ્ધૂની સાથે-સાથે કૉંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને પણ નિશાને લઈ લીધા છે.
સિદ્ધૂને ધ કપિલ શર્મા શોમાંથી હાંકી કઢાયા બાદ પરેશ રાવલે હવે એક ટ્વીટ કરતા નવજ્યોત સિંહ સિદ્ધૂના બહાને સોનિયા ગાંધી પર કટાક્ષ કર્યો છે. પરેશે લખ્યું છે, ‘સોની ટીવી વાળા સોનિયા ગાંધી કરતા વધુ સમજદાર છે.’
નોંધનીય છે કે સિદ્ધૂએ પુલવામા આતંકી હુમલા બાદ કહ્યુ હતું, ‘આપ આ હુમલાનો દોષ આખા દેશ પર ન લગાવી શકો. આખા દેશ કે કોઈ એકને આનો દોષ આપવો યોગ્ય નથી.’ સિદ્ધૂએ પાકિસ્તાન સામે ચોતરફ દેશમાં ફાટી નિકળેલા રોષ સાથે સૂર ન પુરાવતા અને પાકિસ્તાન પ્રત્યે કૂણુ વલણ વ્યક્ત કરતા દેશના લોકો નારાજ થઈ ગયા હતાં અને સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ હતી. ત્યાર બાદ સામાન્ય લોકોની લાગણીને માન આપી સોની ટીવીએ સિદ્ધૂને ધ કપિલ શર્મા શોમાંથી બહાર કરી દીધા હતાં.