પાકિસ્તાનના PM ઈમરાનખાનની ખુરશી મુશ્કેલીમાં, લાહોર હાઈકોર્ટમાં પાકિસ્તાનના સંવિધાનના ભંગની અરજી દાખલ

|

Mar 09, 2019 | 2:43 PM

ઈમરાન ખાનને અયોગ્ય જાહેર કરવા અંગે થયેલી અરજીની સુનાવણી સોમવારે પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટમાં કરવામાં આવશે. હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ઈમરાનખાન ઈમાનદાર અને ધાર્મિક નહી હોવાની સાથે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા સમયે ખોટી માહિતી આપવાનો પણ આરોપ લાગ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી જોખમમાં મુકાઈ શકે છે. ઈમરાન ખાનની સામે લાહોર હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી […]

પાકિસ્તાનના PM ઈમરાનખાનની ખુરશી મુશ્કેલીમાં, લાહોર હાઈકોર્ટમાં પાકિસ્તાનના સંવિધાનના ભંગની અરજી દાખલ

Follow us on

ઈમરાન ખાનને અયોગ્ય જાહેર કરવા અંગે થયેલી અરજીની સુનાવણી સોમવારે પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટમાં કરવામાં આવશે. હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ઈમરાનખાન ઈમાનદાર અને ધાર્મિક નહી હોવાની સાથે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા સમયે ખોટી માહિતી આપવાનો પણ આરોપ લાગ્યો છે.

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી જોખમમાં મુકાઈ શકે છે. ઈમરાન ખાનની સામે લાહોર હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાની PM ઈમરાન ખાનને અયોગ્ય જાહેર કરવાની માગ કરવામાં આવી છે. હાઈકોર્ટમા દાખલ થયેલી અરજીમાં ઈમરાન ખાન પર ઈમાનદાર અને ધાર્મિક ન હોવાની સાથે 2018ની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી ફોર્મમા પોતાની પૂત્રી અંગેની માહિતી પણ છુપાવી હોવાનો પણ આરોપ લાગ્યો છે. લાહોર હાઈકોર્ટમાં આ અરજી અંગે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

TV9 Gujarati

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, ઈમરાન ખાને પાકિસ્તાની કાનૂનની કલમ 62 અને 63 નો ભંગ કર્યો છે. જેથી તેને અયોગ્ય જાહેર કરવામાં આવે. પાકિસ્તાની કાનૂનની કલમ 62 અને 63 માં સંસદ સભ્યએ ઈમાનદાર અને ધાર્મિક હોવાની જરૂર છે.

પાકિસ્તાની અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ઈમરાન ખાનના 3 લગ્ન સિવાયના બે સંબંધો રહેલા છે. જેમાં સીતા વ્હાઈટની પુત્રી ટાયરિનને ઈમરાન ખાનની પુત્રી જાહેર કરવામાં આવી છે. જે માહિતી 2018ની ચૂંટણીના ઉમેદવારી પત્રમાં છુપાવવામાં આવી છે.

શનિવારે લાહોર હાઈકોર્ટે ઈમરાન ખાનની વિરૂધ્ધ થયેલી અરજીનો સ્વીકાર કર્યો છે, અને જેની સુનાવણી 11 માર્ચે સોમવારના રોજ કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article