કોરોના વોરીયર્સને પહેલા અપાશે વેક્સિન, ગુજરાતમાં ફરી લોકડાઉન કે દિવસે કરફ્યુ નહી નખાયઃ વિજય રૂપાણી

|

Jan 16, 2021 | 8:03 AM

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને લઈને ચાલતી અવનવી અફવા કે આધાર વિહીન વાતોનો છેદ ઉડાડતા કહ્યુ છે કે, ગુજરાતમા ફરી લોકડાઉન કરવામાં નહી આવે, કે દિવસે કરફ્યુ લાદવામાં નહી આવે. હાલ માત્ર ચાર શહેરોમાં જ રાત્રી કરફયુ નાખવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા સરકારે માસ્ટર પ્લાન તૈયાર ક્યો છે. અને એ પ્લાન મુજબ […]

કોરોના વોરીયર્સને પહેલા અપાશે વેક્સિન, ગુજરાતમાં ફરી લોકડાઉન કે દિવસે કરફ્યુ નહી નખાયઃ વિજય રૂપાણી

Follow us on

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને લઈને ચાલતી અવનવી અફવા કે આધાર વિહીન વાતોનો છેદ ઉડાડતા કહ્યુ છે કે, ગુજરાતમા ફરી લોકડાઉન કરવામાં નહી આવે, કે દિવસે કરફ્યુ લાદવામાં નહી આવે. હાલ માત્ર ચાર શહેરોમાં જ રાત્રી કરફયુ નાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા સરકારે માસ્ટર પ્લાન તૈયાર ક્યો છે. અને એ પ્લાન મુજબ કામગીરી ચાલી રહી છે. લોકોને પણ માસ્ક પહેરવા અપીલ કરી છે. સરકાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વઘતુ અટકે તેના માટે કાર્યશીલ છે. કોરોનાના દર્દીને સારામાં સારી સારવાર આપવા અને તેમને ઝડપથી સાજા કરવા ઉપર પૂરેપુરૂ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

જો કોરોનાની સ્થિતિ વકરે તો તે સમયે સ્થિતિને અનુરૂપ નિર્ણય લેવાશે. કારણે કે નાગરીકોના જીવની સલામતીને અગ્રતા અપાશે. હાલ વેક્સિનની ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં 1000 લોકો ઉપર પરીક્ષણ કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે વહેલામાં વહેલી વેક્સિન આવે અને લોકોને તેનો લાભ મળે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકના આધારે કહી શકાય કે ચાર તબક્કા છે. પહેલો તબક્કો કે જેઓ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ છે, તેમને વોક્સિન આપવામાં અગ્રતા હશે. જેમાં ડોકટર્સ નર્સ, હોસ્પિટલ સ્ટાફ, એમ્બ્યુલન્સના ચાલક સહીત મેડીકલ પેરામેડીકલને અગ્રતા રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:37 pm, Thu, 26 November 20

Next Article