Gujarati NewsPoliticsNitin gadkaris big statement we have not done good work only if others will get chance
જો અમે સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે: ભાજપ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અમારી સરકાર સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે. નીતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને ભાજપમાં જાણીતા છે અને તે પોતે ભાજપના દિગ્ગ્જ નેતા છે. હવે ચૂંટણીના સમયે તેમને મતદાતાઓને અપીલ કરી છે કે મત આપતી વખતે 5 વર્ષમાં […]
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અમારી સરકાર સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે.
નીતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને ભાજપમાં જાણીતા છે અને તે પોતે ભાજપના દિગ્ગ્જ નેતા છે. હવે ચૂંટણીના સમયે તેમને મતદાતાઓને અપીલ કરી છે કે મત આપતી વખતે 5 વર્ષમાં સરકારે કરેલાં કામને ધ્યાનમાં રાખીને જ મતદાન કરવું જોઈએ.
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી
ગડકરીએ કહ્યું કે આ વખતની લોકસભાની ચૂંટણીએ સરકારની પરીક્ષા છે. તેમણે કહ્યું કે સત્તામાં જે સરકાર હોય છે તેને કામના આધારે જ જોવામાં આવે છે. જો મતદાતાઓને લાગે કે સરકારે આ પાંચ વર્ષમાં સારું કામ કર્યું છે તો તેમણે ફરીથી સરકારને મોકો આપવો જોઈએ અને કામ જો સંતોષકારક ન લાગે તો બીજાને મોકો મળી શકે છે.
થોડા સમય પહેલાં નીતિન ગડકરીએ એ પણ કીધું હતું કે ભાજપ પાર્ટી કોઈ માત્ર એક વ્યક્તિથી નથી ચાલતી. પાર્ટીમાં બધાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. ભાજપ કોઈ એકલા અમિત શાહ કે નરેન્દ્ર મોદીથી ચાલનારો પક્ષ નથી.