નવાઝ શરીફની દીકરીનો ઈમરાન ખાન સરકાર પર હુમલો, કહ્યું મોદી સામે ચાલીને આવ્યા હતા ઘરે

|

Mar 22, 2021 | 8:26 PM

નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે રવિવારે ઈમરાન ખાનની સરકારને ઘેરવા માટે થઈને પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વજપાઈ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સહારો લીધો હતો.

નવાઝ શરીફની દીકરીનો ઈમરાન ખાન સરકાર પર હુમલો, કહ્યું મોદી સામે ચાલીને આવ્યા હતા ઘરે
Mariyam NAwaz

Follow us on

નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે રવિવારે ઈમરાન ખાનની સરકારને ઘેરવા માટે થઈને પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વજપાઈ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સહારો લીધો હતો. મરિયમ નવાઝ (Mariam Nawaz) લાહોરમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ (PML)ને સંબોધી રહી હતી. નવાઝ શરીફ અત્યારે લંડનમાં રહે છે અને મરિયમ નવાઝ PMLનું નેતૃત્વ ખુદ કરી રહી છે અને તેના ભાષણમાં નવાઝ શરીફના વિઝનના વખાણ કરતાં કહ્યું હતું કે નવાઝ શરીફનું વિઝન જુઓ ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર. નવાઝનું વિઝન કે વજપાઈ-મોદી ઘરે સામે ચાલીને આવ્યા.

મરિયમએ પોતાની પાર્ટીના યુવા સંમેલનને સંબોધન કરતાં કહ્યું કે, “નવાઝ શરીફની હિંમત જુઓ, ઈમરાન ખાન પનામાને લાવ્યા હતા, પરંતુ મારા પિતા નમ્યા ન હતા. નવાઝ શરીફ મક્કમ રહ્યા. પનામા લાવ્યા બાદ તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. નવાઝ શરીફે ન તો રાજીનામું આપ્યું કે ન તો ઘરે ગયા. નવાઝ શરીફે લોકોના પરચમને બુલંદ રાખ્યો. આ બાદ પણ કાંઈ જ ન થયું તો તેને ખોટા આરોપોમાં ફસાવી દેવામાં આવ્યા. આ તે વડાપ્રધાન છે, જે લોકોની ગૌરવને માન આપે છે. આ હોય છે ઈતિહાસની ધારાને બદલી નાખનારા પ્રધાનમંત્રી”

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Nawaz Sharif and Atal Bihari Vajpayee

અટલ બિહારી વાજપેયી 1999માં બસમાં પાકિસ્તાન ગયા હતા. તે સમયે નવાઝ શરીફ વડાપ્રધાન હતા. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અચાનક પાકિસ્તાન જવા રવાના થયા હતા. ત્યારબાદ પીએમ મોદી અફઘાનિસ્તાન ગયા હતા અને ત્યાંથી પરત ફરતા તે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. તે દિવસ નવાઝ શરીફનો જન્મદિવસ હતો. પછી બધાને આશ્ચર્ય થયું. પીએમ મોદી નવાઝ શરીફના ઘરે ગયા અને માતા માટે સાડી પણ લીધી.

 

જોકે, આ મુલાકાતથી બંને દેશોના સંબંધોને અસર થઈ નથી. આતંકવાદી હુમલા બાદ વિપક્ષે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને પાકિસ્તાનની મુલાકાતની ટીકા કરી હતી. ખરેખર, ભારતનો વલણ એવો હતો કે આતંકવાદ અને સંવાદ એક સાથે ન જઈ શકે. અટલ બિહારી વાજપેયીએ પણ આ કામ કર્યું હતું. વાજપેયીની મુલાકાત બાદ પાકિસ્તાને કારગિલ પર હુમલો કર્યો હતો. તે સમયે જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા અને તેમણે કારગિલ પરના હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અહીં વડાપ્રધાન વાજપેયી અને નવાઝ શરીફ વચ્ચે વાતચીત ચાલી રહી હતી અને બીજી તરફ પાકિસ્તાન કારગિલમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અને મહત્વના વિસ્તારો કબજે કરી રહ્યું હતું.

 

ભારતમાં વિરોધી પક્ષો દ્વારા પણ વાજપેયીની મુલાકાતની આકરી ટીકા કરવામાં આવી હતી. વિપક્ષે કહ્યું કે સરકારની ગુપ્તચર પ્રણાલી તૂટી ગઈ કારણ કે વડાપ્રધાન વાટાઘાટ કરવા માટે પાકિસ્તાન જઈ રહ્યા હતા અને પાકિસ્તાન હુમલો કરવામાં લાગ્યું હતું. વિપક્ષે કહ્યું કે વાજપેયી સરકારને તેના વિશે ખબર સુધ્ધાં પણ ન રહી.
મનમોહન સિંઘ 10 વર્ષ માટે વડાપ્રધાન હતા, પરંતુ તેમણે પાકિસ્તાનનો એક પણ પ્રવાસ કર્યો ન હતો. કોંગ્રેસ આ બાબતને તેની સિદ્ધિ ગણે છે. મનમોહન સિંઘનો જન્મ અવિભાજિત ભારતમાં થયો હતો અને તે ભાગ હવે પાકિસ્તાનમાં છે.

 

આ પણ વાંચો: AHMEDABAD : જો રિક્ષાચાલકો વધુ ભાડું લેતા હશે, તો મુસાફરો હેલ્પલાઇનમાં કરી શકશે ફરિયાદ

Next Article