AHMEDABAD : જો રિક્ષાચાલકો વધુ ભાડું લેતા હશે, તો મુસાફરો હેલ્પલાઇનમાં કરી શકશે ફરિયાદ

AHMEDABAD : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાને અટકાવવા માટે શહેરમાં AMTS અને BRTS બસોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી બસ સર્વીસ બંધ હોવાથી રિક્ષાચાલકો મુસાફરો પાસે વધુ ભાડુ વસૂલે તો મુસાફરો તે રિક્ષાચાલકની સામે ટ્રાફિક હેલ્પલાઈન 1095માં ફરિયાદ કરવાનુ શહેરીજનોને સૂચન કર્યુ છે.

AHMEDABAD : જો રિક્ષાચાલકો વધુ ભાડું લેતા હશે, તો મુસાફરો હેલ્પલાઇનમાં કરી શકશે ફરિયાદ
Follow Us:
| Updated on: Mar 22, 2021 | 7:42 PM

AHMEDABAD : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાને અટકાવવા માટે શહેરમાં AMTS અને BRTS બસોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી બસ સર્વીસ બંધ હોવાથી રિક્ષાચાલકો મુસાફરો પાસે વધુ ભાડુ વસૂલે તો મુસાફરો તે રિક્ષાચાલકની સામે ટ્રાફિક હેલ્પલાઈન 1095માં ફરિયાદ કરવાનુ શહેરીજનોને સૂચન કર્યુ છે. જેથી કરીને મહામારીનાં સમયમાં ગ્રાહકો પાસેથી રિક્ષાચાલકો વધુ ભાડુ ન વસૂલે.

ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર માથુ ઉચક્યુ છે. તેવામાં ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુનો સમય પણ વધારવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સૌથી વધુ નોંધાતા AMC દ્વારા શહેરમાં પલ્બીક ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS-BRTS બસો બંધ કરી છે. તેવામાં શહેરીજનોને નોકરીએ અથવા તો કોઈ પણ કામથી બહાર જવા માટે રિક્ષા એકમાત્ર વિક્લપ વધ્યો છે. આ સ્થિતિનો લાભ લઈને રિક્ષાચાલકોએ મુસાફરો પાસેથી વધુ ભાડુ ઉધરાવતા હોવાનું ટ્રાફિક પોલીસને ધ્યાને આવતા પોલીસે રિક્ષા ડ્રાઈવર એસોસિએશન સાથે મીટીંગ યોજીને મહત્વનો નિર્ણય લીધો છે.

ટ્રાફિક પોલીસે રિક્ષા ડ્રાઈવર યુનિયન સાથેની બેઠક બાદ જે રિક્ષાચાલક ભાડાના નિયમોને નેવે મુકી તેવા રિક્ષા ચાલકો સામે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. અને તેવા રિક્ષાચાલકને કોઈપણ યુનિયન ટેકો નહી આપે તેવો નિર્ણય રિક્ષા ડ્રાઈવર યુનિયને લીધો છે. ટ્રાફિક વિભાગે 1095 ટ્રાફિક હેલ્પલાઈન પર આ મામલે મુસાફરોને ફરિયાદ કરવાનું સૂચન કર્યુ છે..પરતું હજુ સુધી કોઈ ફરિયાદ ટ્રાફિક વિભાગ મળી નથી.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ટ્રાફિક પોલીસે લોકોને હેલ્પલાઈન પર ફરિયાદ કરવાનું જણાવાયુ છે. પરંતુ હજુ સુધી હેલ્પલાઈન પર ભાડા વધારાને લગતી કોઈ ફરિયાદ ન મળી હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે આવનારા દિવસમાં કોઈ પણ રિક્ષાચાલક સામે ભાડા વધારે લેવા બાબતની ફરિયાદ આવશે તો ટ્રાફિક વિભાગે કડક પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં કેટલાક રીક્ષાચાલકો મુસાફરોની મજબુરીનો લાભ ઉઠાવે છે. અને, કર્ફયુને કારણે મસમોટું ભાડું પણ વસુલી લેતા હોય છે. ત્યારે આવા રીક્ષાચાલકો વિરૂદ્ધ ફરિયાદ કરીને મુસાફરોને ન્યાય મળી જશે. જેથી અમદાવાદના રીક્ષાચાલકોએ હવે ચેતી જવાની જરૂર છે. કારણ કે કોઇ મુસાફર દ્વારા આવી ફરિયાદ મળશે તો રીક્ષાચાલક સામે કડક પગલા ભરવામાં આવશે. એટલે મુસાફરોએ હેલ્પલાઇન 1095નો ઉપયોગ કરી જાગૃત થવાની જરૂર છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">