નવજોત કૌર સિદ્ધુએ લગાવ્યો આરોપ, કહ્યું કે ‘મુખ્યમંત્રી અમરીંદર સિંહના લીધે ના મળી લોકસભાની ટીકીટ’

|

May 14, 2019 | 4:46 PM

કોંગ્રેસ નેતા નવજોત કૌર સિદ્ધુએ મંગળવારના રોજ એક વિવાદને હવા આપી છે. તેમણે ટીકીટ ન મળવા અંગે ખૂલાસો કરીને નામ સાથે આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા નવજોત કૌર સિદ્ધુએ અમૃતસરમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં કહ્યું કે કેપ્ટન સાહેબ અને આશા કુમારી વિચારે છે કે મેડમ સિદ્ધુ સંસદીય સીટની ટીકીટ મેળવવાના હકદાર નથી. મને અમૃતસરથી એ માટે […]

નવજોત કૌર સિદ્ધુએ લગાવ્યો આરોપ, કહ્યું કે મુખ્યમંત્રી અમરીંદર સિંહના લીધે ના મળી લોકસભાની ટીકીટ

Follow us on

કોંગ્રેસ નેતા નવજોત કૌર સિદ્ધુએ મંગળવારના રોજ એક વિવાદને હવા આપી છે. તેમણે ટીકીટ ન મળવા અંગે ખૂલાસો કરીને નામ સાથે આરોપ લગાવ્યા છે.

કોંગ્રેસ નેતા નવજોત કૌર સિદ્ધુએ અમૃતસરમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં કહ્યું કે કેપ્ટન સાહેબ અને આશા કુમારી વિચારે છે કે મેડમ સિદ્ધુ સંસદીય સીટની ટીકીટ મેળવવાના હકદાર નથી. મને અમૃતસરથી એ માટે ટીકીટ આપવામાં ન આવી કે ગઈ સાલમાં અમૃતસરમાં ટ્રેન દૂઘર્ટના થઈ હતી અને તેની નારાજગીથી હું નહીં જીતી શકું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

તેમણે આરોપ મુકીને કહ્યું કે  પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની પત્નીએ કહ્યું કે મુખ્યમંત્રી માને છે કે તેઓ એકલા આખી 13 સીટ જીતવા સક્ષમ છે. આમ નવજોત કૌર સિદ્ધુએ બધા આરોપો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સિંહ પર લગાવી દીધા હતા.

આ પણ વાંચો: જો આવું થયું તો ભારત સરળતાથી જીતી જશે ક્રિકેટ વલ્ડૅ કપ 2019, જાણો અજિંક્ય રહાણેએ શું કહ્યું?

આમ ટીકીટને લઈને અંદરોઅંદર જ વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસે અમૃતસરથી ગુરજીત સિંહને ટિકીટ આપી છે તો ભાજપે તેની સામે હરદીપ સિંહ પૂરીને ઉતાર્યા છે. અકાલી દળ ભાજપ સાથે મળીને પંજાબમાં ચૂંટણી લડી રહ્યું છે. પંજાબની 13 લોકસભા સીટ પર 19મેના રોજ છેલ્લાં અને અંતિમ સાતમાં તબક્કામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article