AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada : કેવડિયામાં આજથી ત્રણ દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે, વિધાનસભા ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે

આજથી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનો કેવડીયા ખાતે પ્રારંભ થશે. આજથી (પહેલી સપ્ટેમ્બર) ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આ બેઠક મળશે.

Narmada : કેવડિયામાં આજથી ત્રણ દિવસીય  ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે, વિધાનસભા ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે
Narmada: A three-day BJP state executive meeting will be held in Kevadia from today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:33 AM
Share

આજથી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનો કેવડીયા ખાતે પ્રારંભ થશે. આજથી (પહેલી સપ્ટેમ્બર) ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આ બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના મંત્રીઓ અને તમામ ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે.

આપણું કેવડિયા, પ્રદુષણમુક્ત કેવડિયાના નિયમનું ચુસ્ત પાલન કરાશે

અહીં સૌથી મોટી વાત એ છેકે આ તમામ ભાજપના નેતાઓને પર્સનલ વાહન કે કારમાં ન આવવા સુચના આપવામાં આવી છે. ભાજપના તમામ નેતાઓને બસ કે ટ્રેન મારફતે કેવડીયા આવવા સુચના આપવામાં આવી છે. પીએમ મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સીટી બનાવવાની નેમના કારણે અહીં પ્રદુષણ ફેલાવતા વાહનોને પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી આ નિયમ ભાજપના નેતાઓને પણ લાગુ પડશે. આ કારોબારીમાં 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે.

આગામી વિધાનસભા ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે

નોંધનીય છેકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યકાળમાં આ બીજી પ્રદેશ કારોબારીની બેઠક મળનાર છે. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેનું આયોજન તૈયાર કરાશે. ચૂંટણી અંગે પાટીલની કારોબારીમાં ચર્ચા થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી હેલીકોપ્ટર દ્વારા કેવડિયા આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠકમાં હાજર રહેશે. અને, રૂપાણી હેલીકોપ્ટર મારફતે કેવડિયા પહોંચે તેવા અહેવાલો છે. કેવડિયાની મુલાકાત દરમિયાન તમામ આગેવાનો ઇલેક્ટ્રિક બસ મારફતે જ આવનજાવન કરી શકશે. આમ, કરવા પાછળનો હેતું કેવડિયામાં વાહનોના ટ્રાફિકની સમસ્યા ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય. આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ એટલે કે 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે આ બેઠક દરમિયાન સી.આર. પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ આપવામાં આવશે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ કેવ રીતે થવું તેની જાણકારી અપાશે આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું અને ચૂંટણી સુધી વ્યૂહરચના કરીને 27 વર્ષોની સત્તા વિરોધીતાને મતોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. આ અંગે માહિતી આપવામાં આવશે. ઉપરાંત, લોકોની વચ્ચે જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા સિવાય, જો કોરોનાની બીજી લહેરમાં ક્યાંય પણ વહીવટની અછત હોય, તો તેને કેવી રીતે દૂર કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">