Mulayam Singh Yadav ની તબિયત લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ

|

Jul 01, 2021 | 3:10 PM

મુલાયમસિંહ યાદવને બેચેનીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની ટીમ તેમની પૂરતી તપાસ કરી રહી છે. તેમના તમામ રિપોર્ટ પણ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યા છે.

Mulayam Singh Yadav ની તબિયત લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ
Mulayam Singh Yadav ની તબિયત લથડી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ

Follow us on

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટી (Samajwadi Party ) ના સંરક્ષક મુલાયમસિંહ યાદવ(Mulayam Singh Yadav )ની તબિયત લથડી છે. મુલાયમસિંહ ને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમસિંહ યાદવને બેચેનીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની ટીમ તેમની પૂરતી તપાસ કરી રહી છે. તેમના તમામ રિપોર્ટ પણ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યા છે.

ડોકટરોની સલાહ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહની તબિયત લથડતાં બુધવારે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બેચેની અનુભવાતા બપોરે 1 વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોકટરોની સલાહ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ શુક્રવારે પણ પૂર્વ મુખ્યમંત્રી મેદાંતા હોસ્પિટલમાં આવ્યા હતા. તેવો બપોરે 12 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી હોસ્પિટલમાં હતા તેમજ તમામ રિપોર્ટ કરાવ્યા બાદ તે રાત્રે પરત ફર્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગત વર્ષે  પેટમાં દુ:ખાવાના કારણે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

સમાજવાદી પાર્ટી(Samajvadi Party ) ના સંરક્ષક મુલાયમસિંહ યાદવની તબિયત આ પૂર્વે પણ અનેક વખત બગડી છે. જેમાં ગત વર્ષે ઓગસ્ટ 2020 માં પેટમાં દુ:ખાવાના કારણે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં તેમને યુરીન ઇન્ફેકશન થયું હોવાનું સામે આવ્યું હતું.

આંતરડાને સાફ કરવા માટે કોલોનોસ્કોપી કરવામાં આવી હતી

આ પૂર્વે પણ  મુલાયમસિંહ યાદવ(Mulayam Singh Yadav ) ને પેટ સબંધી તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જેમાં તેમને પેટમાં સોજો અને પીડાને કારણે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તપાસમાં જાણવા મળ્યું હતું કે મોટા આંતરડામાં સમસ્યા છે. તેમજ આંતરડાને સાફ કરવા માટે કોલોનોસ્કોપી કરવામાં આવી હતી. જેની બાદ તેમની તબિયતમાં સુધારો થયો ત્યારે ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી.

તે સમયે મેદાંતા હોસ્પિટલના ડિરેક્ટર રાકેશ કપૂરે જણાવ્યું હતું કે યુરીનરી ટ્રેક્ટની ઇન્ફેક્શનની અસર મુલાયમ સિંહની કિડની સુધી પહોંચી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ સિવાય વરિષ્ઠ નેતા અને ભાઈ શિવપાલ યાદવ સહિતના પરિવારના સભ્યો તેમને મળવા પહોંચ્યા હતા.

આ પણ  વાંચો : Covishield Vaccine : યુરોપિયન સંઘના સાત દેશો અને સ્વિટરઝરલેન્ડે આપી કોવિશિલ્ડને માન્યતા, ગ્રીન પાસપોર્ટમાં કર્યો સમાવેશ 

Published On - 3:02 pm, Thu, 1 July 21

Next Article