NCP પ્રમુખ શરદ પવારના નિવાસે વિપક્ષી નેતાઓની બેઠક, ભાજપે આપી આ પ્રતિક્રિયા

|

Jun 22, 2021 | 6:49 PM

દેશની વિપક્ષી પાર્ટીઓની મહત્વની બેઠક(Meeting)એનસીપીના પ્રમુખ શરદ પવાર(Sharad Pawar)ના ઘરે મળી રહી છે.આ બેઠક અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે, આવી બેઠકો તે નેતાઓ દ્વારા યોજવામાં આવે છે જેને લોકો દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવ્યા છે.

NCP પ્રમુખ શરદ પવારના નિવાસે વિપક્ષી નેતાઓની બેઠક, ભાજપે આપી આ પ્રતિક્રિયા
NCP પ્રમુખ શરદ પવારના નિવાસે વિપક્ષી નેતાઓની બેઠક

Follow us on

દેશની વિપક્ષી પાર્ટીઓની મહત્વની બેઠક(Meeting)એનસીપીના પ્રમુખ શરદ પવાર(Sharad Pawar)ના ઘરે મળી રહી છે. આ બેઠકમાં ટીએમસી નેતા યશવંત સિંહા, ગીતકાર જાવેદ અખ્તર, રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા હાજર છે. જ્યારે સીપીઆઈના સાંસદ બિનોય વિશ્વામ પણ આ બેઠકમાં ભાગ લેવા શરદ પવાર(Sharad Pawar)ના ઘરે પહોંચ્યા હતા.

આ બેઠક(Meeting)માં ભાગ લેતા પહેલા તેમણે કહ્યું હતું કે, “ આ સૌથી વધુ નફરતવાળી સરકારની વિરુદ્ધ તમામ બિનસાંપ્રદાયિક, લોકશાહી ડાબેરીઓનું મંચ છે. એક સરકાર કે જે નિષ્ફળ ગઈ છે. દેશને પરિવર્તનની જરૂર છે. લોકો પરિવર્તન માટે તૈયાર છે. ”

ભાજપની પ્રતિક્રિયા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ બેઠક અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે, આવી બેઠકો તે નેતાઓ દ્વારા યોજવામાં આવે છે જેને લોકો દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવ્યા છે. આ નવું નથી, કેટલીક કંપનીઓ એવી છે જે ચૂંટણીથી લાભ મેળવે છે. તેઓ સ્પષ્ટપણે દરેક બીજા નેતાને આગામી વડાપ્રધાન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરશે. દિવસમાં સપના જોનારને કોઇ રોકી શકે નહીં ”

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે શું કહ્યું?

આ પહેલા એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્ર લઘુમતી વિભાગના પ્રધાન નવાબ મલિકે સ્પષ્ટ કહ્યું હતું કે શરદ પવાર દેશભરમાં તમામ વિપક્ષી પાર્ટીઓને એક સાથે લાવવાનું કામ શરૂ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આમાં સામેલ થઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે. આરજેડીના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ તમામ પક્ષના નામ લેતાં નવાબ મલિકે સ્પષ્ટ કહ્યું કે શરદ પવારે દેશના તમામ વિપક્ષી પાર્ટીઓને એકત્રીત કરવાનું કામ શરૂ કર્યું છે.

સંજય રાઉતે શું કહ્યું?

બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે બેઠક પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘કોણે કહ્યું કે આ વિરોધી પક્ષોની બેઠક છે? કોણે કહ્યું કે ત્રીજો મોરચો અથવા ચોથો મોરચો બનાવવામાં આવી રહ્યો છે? ત્યાં શિવસેના નથી, સમાજવાદી પાર્ટી નથી, બહુજન સમાજ પાર્ટી નથી, ચંદ્રબાબુ નાયડુ નથી, કે. ચંદ્રશેખર રાવ નથી. તો પછી વિરોધી પક્ષોની આ બેઠક ક્યાંથી થઈ?

શરદ પવાર દેશના વરિષ્ઠ નેતા છે. ઘણા કેસોમાં લોકો તેનો અભિપ્રાય મેળવવા માટે તેને મળતા રહે છે. રાજકીય બાબતો હોય કે દેશની અર્થવ્યવસ્થા, સહકારી ક્ષેત્ર, કૃષિ સંબંધિત કોઈ બાબત હોય. આ બેઠક 2018 માં યશવંત સિંહા દ્વારા રચિત ‘રાષ્ટ્ર મંચ’ નામની સંસ્થાની છે.

આ પણ  વાંચો : Punjab : નવજોતસિંહ સિદ્ધુથી નારાજ રાહુલ ગાંધી, કેપ્ટનને ટીમને ખુશ કરવાની આપી શિખામણ

 

Published On - 6:44 pm, Tue, 22 June 21

Next Article