લોકશાહીની બલિહારી : શપથ સુદ્ધા ન વાંચી શક્યા પ્રધાન, ક્યારેય સ્કૂલ નથી ગયા!

|

Dec 26, 2018 | 4:46 AM

કહેવાય છે કે લોકશાહી તમામ શાસન પદ્ધતિઓમાં સર્વશ્રેષ્ઠ છે, પરંતુ દરેક વસ્તુના બે પાસાઓ હોય છે. એક સારુ પાસું અને એક ખરાબ પાસું. કદાચ લોકશાહીનું સારું પાસુ એ કહી શકાય કે અહીં એક ચા વેચનાર પણ પીએમ બની શકે છે, તો તેનું ખરાબ પાસું એ છે કે તે શિક્ષિત અને અશિક્ષિતમાં કોઈ ભેદ નથી કરતી […]

લોકશાહીની બલિહારી : શપથ સુદ્ધા ન વાંચી શક્યા પ્રધાન, ક્યારેય સ્કૂલ નથી ગયા!

Follow us on

કહેવાય છે કે લોકશાહી તમામ શાસન પદ્ધતિઓમાં સર્વશ્રેષ્ઠ છે, પરંતુ દરેક વસ્તુના બે પાસાઓ હોય છે. એક સારુ પાસું અને એક ખરાબ પાસું. કદાચ લોકશાહીનું સારું પાસુ એ કહી શકાય કે અહીં એક ચા વેચનાર પણ પીએમ બની શકે છે, તો તેનું ખરાબ પાસું એ છે કે તે શિક્ષિત અને અશિક્ષિતમાં કોઈ ભેદ નથી કરતી અને એટલે જ જો ચા વાળો પીએમ બની શકતો હોય, તો અભણ વ્યક્તિ પહેલા ધારાસભ્ય અને પછી પ્રધાન પણ બની શકે છે.

 

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

છત્તીસગઢમાં કંઇક આવું જ થયું છે. મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના પ્રધાનમંડળનો શપથ ગ્રહણ સમારંભ હતો. કાર્યવાહક રાજ્યપાલ આનંદીબેન પટેલ નવા પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લેવડાવી રહ્યા હતાં, પરંતુ એક પ્રધાન એવા નિકળ્યાં કે જેઓ પોતાનો શપથ પત્ર પણ ન વાંચી શક્યા.

હકીકતમાં શપથ ગ્રહણ દરમિયાન કવાસી લખમાનું નામ પોકારાયું. લખમા શપથ લેવા માઇક સામે ઊભા રહ્યાં. તેમના હાથમાં શપથ પત્ર હતો, પરંતુ તેઓ વાંચી ન શક્યાં. તેમની પરેશાની જોઈ રાજ્યપાલ આનંદીબેન પટેલે આખી શપથ વાંચી અને લખમા શબ્દો દોહરાવતા રહ્યાં.

ક્યારેય નથી ગયાં સ્કૂલ

બસ્તરની કોંટા બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયેલા કવાસી લખમાએ ક્યારેય સ્કૂલનું મોઢું નથી જોયું. તેમનો જન્મ 1953માં સુકમાના નાગારાસ ગામે થયો હતો. તેઓ છત્તીસગઢની રચનાથી લઈ સતત કોંટાથી ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે. અનુસૂચિત જાતિમાંથી આવતા લખમા ભલે સ્કૂલે નથી ગયાં, પણ તેઓ ન્યૂઝીલૅંડ, ઑસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેઓ વિપક્ષના ઉપ નેતા પણ રહી ચૂક્યાં છે.

 

[yop_poll id=336]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article