Mann Ki Baat : પીએમ મોદીને છે આ બાબતનું દુ:ખ, તમે પણ જાણો તેમણે શું કહ્યું

|

Feb 28, 2021 | 6:33 PM

PM Modi એ રવિવારે ​​મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે તેમની સૌથી મોટી  ઉણપનો  ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે તેમને દુ:ખ છે કે તેઓ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખ્યા નહીં.

Mann Ki Baat : પીએમ મોદીને છે આ બાબતનું  દુ:ખ, તમે પણ જાણો તેમણે શું કહ્યું

Follow us on

Mann Ki Baat : PM Modi એ રવિવારે ​​મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે તેમની સૌથી મોટી  ઉણપનો  ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે તેમને દુ:ખ છે કે તેઓ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખ્યા નહીં. PM Modi એ કહ્યું તમિલ એક સુંદર ભાષા છે જે આખી દુનિયામાં લોકપ્રિય છે. તેમણે કહ્યું કે ઘણા લોકોએ મને તમિળ સાહિત્યની ગુણવત્તા અને તેમાં લખેલી કવિતાઓની ઉંડાઈ વિશે ઘણું કહ્યું છે પરંતુ અફસોસ હું તે શીખી શક્યો નહીં.

PM Modi એ હૈદરાબાદના અપર્ણાના પ્રશ્નના સંદર્ભમાં કહ્યું હતું કે, ઘણી વાર બહુ નાના અને સાદા પ્રશ્નો પણ મનને હચમચાવે છે. આ પ્રશ્નો લાંબા નથી, ખૂબ જ સામાન્ય છે, તેમ છતાં વિચારવા લાયક હોય છે. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા હૈદરાબાદના અપર્ણા જીએ મને એક જ સવાલ પૂછ્યો, કે તમે ઘણા વર્ષોથી વડા પ્રધાન છો, મુખ્યમંત્રી રહ્યા છો, શું તમને લાગે છે કે કંઇક કમી રહી ગઈ છે?

પીએમ મોદીએ કહ્યું કે આ પ્રશ્ન એટલો સરળ હતો તેટલો જ મુશ્કેલ હતો. મેં એની પર વિચાર કર્યો અને મારી જાતને કહ્યું કે મારી એક ખામી એ છે કે હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવા માટે પ્રયત્ન ના કરી શકયો હું તમિળ ના શીખી શકયો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પીએમ મોદીએ પોતાના માસિક કાર્યક્રમમાં સંસ્કૃતની બે ઓડિઓ ક્લિપ્સ પણ સંભળાવી જેમાં એક પર્યટક પ્રેક્ષકોને સંસ્કૃતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિશે જણાવી રહ્યું છે. બીજી ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ સંસ્કૃતમાં ક્રિકેટ પર ટિપ્પણી કરી રહ્યો છે. આ વ્યક્તિ વારાણસીના સંસ્કૃત કેન્દ્રનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ક્રિકેટ સિવાયની રમતોમાં ટિપ્પણી શરૂ થવી જોઈએ. આ માટે તેમણે રમત મંત્રાલય અને ખાનગી ક્ષેત્રને ભાગીદારી માટે અપીલ કરી હતી.

Next Article