મોંઘા LPG સિલિન્ડર વિરુદ્ધ મમતા બેનર્જીની પદયાત્રા, કહ્યું અસલી પરિવર્તન હવે દિલ્હીમાં થશે

|

Mar 07, 2021 | 10:44 PM

પશ્ચિમબંગાળમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. એક તરફ કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​બ્રિગેડ ગ્રાઉન્ડ પર મોટી રેલી યોજી હતી અને સીએમ Mamata Banerjee પર જોરદાર હુમલો કર્યો હતો.

મોંઘા LPG સિલિન્ડર વિરુદ્ધ મમતા બેનર્જીની પદયાત્રા, કહ્યું અસલી પરિવર્તન હવે દિલ્હીમાં થશે

Follow us on

પશ્ચિમબંગાળમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. એક તરફ કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​બ્રિગેડ ગ્રાઉન્ડ પર મોટી રેલી યોજી હતી અને સીએમ Mamata Banerjee પર જોરદાર હુમલો કર્યો હતો. ત્યારે બીજી તરફ મમતા બેનર્જીએ સિલિગુડીમાં મોંઘા એલપીજી સિલિન્ડરની વિરુદ્ધ પદ યાત્રાનું આયોજન કર્યું હતું. આ દરમ્યાન તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. મમતાએ કહ્યું કે પીએમ મોદી ઘણી વાતો કરે છે. એવું કહેવામાં આવે છે કે બંગાળમાં પરિવર્તન આવશે. બંગાળમાં ટીએમસી આવશે ખરું પરિવર્તન હવે દિલ્હીમાં થશે.

 

Mamata Banerjeeએ કેન્દ્ર પર દરેક વસ્તુ વેચવાનો આરોપ લગાવતા કહ્યું કે, “દિલ્હી વેચો, ડિફેન્સ, એર ઈન્ડિયા, બીએસએનએલ જેવી બધી સંસ્થાઓ વેચો, કાલે તાજમહેલ પણ વેચશે. તે કહેતા હતા કે સોનાર બાંગ્લા બનાવશે. પટેલજીના નામ વાળા સ્ટેડિયમનું નામ બદલીને પોતાનું નામ રાખી દીધું. જ્યારે કોરોનાકાળ હતો, ત્યારે હું તો ફરતી હતી મોદી તમે જણાવો કે તમે કયા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Mamata Banerjeeએ કહ્યું, “ઉજ્જવલાનો પ્રકાશ ક્યાં ગયો? ​​દેશમાં એક જ સિન્ડિકેટ છે અને તે છે મોદી અને અમિત શાહ. આ સિન્ડિકેટ ભાજપનું પણ નથી સાંભળતી. ઉજ્જવલા અંગેના કેગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેમાં ગોટાળા થયા છે. મોદીના લોકોએ પૈસા ખાધા છે. તેમણે કહ્યું કે મોદીજી તમે ઉલ્ટી સીધી વાતો કરો છો. મોદીએ એક ટેલિપ્રોમિટર મૂકીને તે વાંચીને રવિન્દ્રનાથ ટાગોરને અંગે ભાષણ આપે છે. આ દરમ્યાન સીએમ મમતા બેનર્જીએ કહ્યું, “ઘેલા હોબે .. દેખા હોબે .. ઝેટા હોબે. અમે લડીશું, જીતીશું અને મોદીને પરાજિત કરીશું. જે આપણી સાથે ટકરાશે તેને કચડી નાખવામાં આવશે ” તેમણે કહ્યું કે મુસ્લિમો, હિન્દુઓ, શીખ અને ખ્રિસ્તીઓ બધા અહીં સારી રીતે રહે છે. આપણે તોફાનો નથી કરતા.

 

 

મમતા બેનર્જીની આ યાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. પદયાત્રામાં ઘણા લોકોએ એલપીજી સિલિન્ડરોની લાલ રંગીન કાર્ડબોર્ડની પ્રતિકૃતિઓ લીધી હતી. જેનું નેતૃત્વ ટીએમસીના વડા મમતા બેનર્જીએ કર્યું હતું. આ પદયાત્રામાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને પાર્ટીના સાંસદ મીમી ચક્રવર્તી અને નુસરત જહાં પણ સામેલ હતા. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે એલપીજી સિલિન્ડર ટૂંક સમયમાં સામાન્ય માણસની પહોંચથી બહાર થઈ જશે. બેનર્જીએ શનિવારે કહ્યું હતું કે સમૂહ પ્રદર્શન થવું જોઈએ, જેથી અમારો અવાજ સંભળાય. ભટ્ટાચાર્યએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રવિવારે મોટી સંખ્યામાં મહિલાઓએ રેલીને ટેકો આપ્યો છે.

 

આ પણ વાંચો: Kerala Assembly Election: કેરળ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અભિનેતા દેવેન અમિત શાહની હાજરીમાં BJPમાં જોડાયા

Next Article