હિન્દુત્વની રાહ પર મમતા બેનર્જી, ચંડીપાઠ કરી ફુંકયું નંદીગ્રામથી બિગુલ, શિવરાત્રિએ જાહેર કરશે મેનીફેસ્ટો

|

Mar 09, 2021 | 7:05 PM

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદિગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા મુખ્ય પ્રધાન Mamata Banerjee એ મંગળવારે એક રેલી યોજી હતી અને મંચ પરથી દુર્ગાસપ્તશતીનો (ચંદીપાઠ) પાઠ કર્યો હતો. તેમણે નંદિગ્રામના આંદોલન અને તેના સંઘર્ષને પુનરાવર્તિત કર્યો.

હિન્દુત્વની રાહ પર મમતા બેનર્જી, ચંડીપાઠ કરી ફુંકયું નંદીગ્રામથી બિગુલ, શિવરાત્રિએ જાહેર કરશે મેનીફેસ્ટો

Follow us on

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદિગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા મુખ્ય પ્રધાન Mamata Banerjee એ મંગળવારે એક રેલી યોજી હતી. અને મંચ પરથી દુર્ગાસપ્તશતીનો (ચંદીપાઠ) પાઠ કર્યો હતો. તેમણે નંદિગ્રામના આંદોલન અને તેના સંઘર્ષને પુનરાવર્તિત કર્યો. મમતા બેનર્જીએ કહ્યું, ‘સિંગુર પછી નંદીગ્રામ એકમાત્ર આંદોલન હતું. હું ગામની દીકરી છું. નંદિગ્રામ આંદોલન દરમ્યાન મને અનેક યાતના આપવામાં આવી હતી. હું મારું નામ ભૂલી શકું છું, પણ નંદિગ્રામ નહીં.

સ્ટેજ પરથી પાઠ કરતી વખતે મમતા બેનર્જીએ કહ્યું કે હું હિન્દુ છું, કોઈએ મને હિન્દુત્વ શીખડાવવાની જરૂર નથી. મને નંદીગ્રામ આવતા રોકી હતી. જો નંદિગ્રામની માતા અને બહેનો તે સમયે આગળ ન આવી હોત તો આંદોલન ન થયું હોત. “મમતા બેનર્જીએ કહ્યું,” મેં લોકોની માંગને કારણે નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. મેં મારું મન બનાવ્યું હતું કે હું આ વખતે સિંગુરથી અથવા નંદીગ્રામથી લડીશ. નંદીગ્રામ બેઠક ખાલી હતી. તેથી અહીંથી લડવાનું નક્કી કર્યું. તેમણે લોકોને કહ્યું કે જો તમે લોકો મને કહો કે મારે અહીં લડવું જોઈએ તો જ હું ઉમેદવારી નોંધાવીશ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Mamata Banerjee એ પણ આ રેલીમાં શિવરાત્રીના દિવસે 11 માર્ચે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરવાની જાહેરાત કરી હતી. તે 10 માર્ચે ફોર્મ ભરશે. મમતા બેનર્જીના વલણથી સ્પષ્ટ છે કે આ બેઠક પર ઇલેક્શન રસપ્રદ રહેશે. વર્ષ 2016 માં આ બેઠક પર 67 ટકાથી વધુ મતો મેળવનાર શુભેન્દુ અધિકારીને ભાજપે મમતા વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે.જ્યારે બીજી તરફ શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે મમતા બેનર્જીને આ બેઠક પરથી 50,000 થી વધુ મતોથી હરાવીને મોકલીશ. નંદિગ્રામ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ બેનર્જીની આ પ્રથમ મુલાકાત છે.

Next Article