Maharastra : પરમબીર સિંહના લેટર બોમ્બ બાદ શરદ પવાર મેદાનમાં, કહ્યું પત્રમાં માત્ર આક્ષેપ, પુરાવાઓ નથી

|

Mar 21, 2021 | 2:47 PM

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે પરમબીરસિંહ લેટર બોમ્બ કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીના નેતા અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે પરમબીરસિંહના પત્ર દ્વારા અનિલ દેશમુખ પર ખોટો આરોપ લગાવ્યો છે.શરદ પવારે કહ્યું કે પત્રમાં આક્ષેપ છે પરંતુ પુરાવા નથી.

Maharastra : પરમબીર સિંહના લેટર બોમ્બ બાદ શરદ પવાર મેદાનમાં, કહ્યું પત્રમાં માત્ર આક્ષેપ, પુરાવાઓ નથી
Sharad Pawar And Parambir singh file Image

Follow us on

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા Sharad Pawar  એ  પરમબીરસિંહ લેટર બોમ્બ કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીના નેતા અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે પરમબીરસિંહના પત્ર દ્વારા અનિલ દેશમુખ પર ખોટો આરોપ લગાવ્યો છે. શરદ પવારે કહ્યું કે પત્રમાં પરમબીરસિંહની સહી નથી. આ દરમિયાન તેમણે સચિન વાઝેની નિમણૂક અંગે ઉભા થયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે ન તો ગૃહ પ્રધાન કે મુખ્યમંત્રીએ વાઝેની નિમણૂક કરી. શરદ પવારે કહ્યું કે વાઝેની નિમણૂક કરવાનો નિર્ણય પરમબીરસિંહનો હતો.

પરમબીર સિંહ પર પ્રહાર કરતા Sharad Pawar  એ  તેઓને  પદ પરથી હટાવ્યા બાદ આવું કર્યું હતું. પ્રશ્નમાં, તેમણે પૂછ્યું, પદ પરથી હટાવ્યા પછી તેણે આવું કેમ કર્યું? શરદ પવારે કહ્યું કે પત્રમાં આક્ષેપ છે પરંતુ પુરાવા નથી.

એનસીપીના પ્રમુખ શરદ પવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના પત્રથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવ્યા બાદ એનસીપીના પ્રમુખ શરદ પવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે પરમબીરસિંહના પત્રમાં માત્ર આક્ષેપો કરવામાં આવ્યા છે. પૈસા ક્યાં ગયા તે કીધું નથી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને તપાસ અંગે નિર્ણય લેવાના તમામ અધિકાર છે અને તેમણે સ્પષ્ટ કર્યું કે સચિન વાઝેની નિમણૂક પરમબીર સિંહે પોતે કરી હતી.

કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ અનિલ દેશમુખના રાજીનામાની માંગ કરી રહ્યા છે 

ઉલ્લેખનીય છે કે, પરમબીરસિંહે પોતાના પત્રમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. પરમબીરસિંહે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાઝેને તેમની પાસે બોલાવ્યા હતા અને તેમને દર મહિને હોટલ, રેસ્ટોરાં, બિયર બાર અને અન્ય સ્થળોએથી 100 કરોડ રૂપિયા એકત્રિત કરવા જણાવ્યું હતું. ત્યારબાદથી મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી પાર્ટીઓ પણ અનિલ દેશમુખના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

પરમબીરસિંહનો  લેટર બોમ્બ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા Sachin Wazeનો ઉલ્લેખ છે. આ પત્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આક્ષેપ લગાવ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે Sachin Waze ને 100 કરોડ રૂપિયા દર મહિને ક્લેક્ટ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.

Next Article