Maharashtra Politics: શું મહારાષ્ટ્રમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું કહી રહી છે હાલની સ્થિતિ

|

Mar 23, 2021 | 11:23 AM

Maharashtra Politics : મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની ચિટ્ઠી બહાર આવ્યા બાદ વિપક્ષી દળ ભાજપ સહિત અન્ય કેટલાક દળોના નેતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી રહ્યા છે. ભારિપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર અને વિધાન પરિષદમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મળીને આ માગ કરી છે.

Maharashtra Politics: શું મહારાષ્ટ્રમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું કહી રહી છે હાલની સ્થિતિ
Maharashtra Politics

Follow us on

Maharashtra Politics :  મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની ચિટ્ઠી બહાર આવ્યા બાદ વિપક્ષી દળ ભાજપ સહિત અન્ય કેટલાક દળોના નેતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી રહ્યા છે. ભારિપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર અને વિધાન પરિષદમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મળીને આ માગ કરી છે. જો કેન્દ્ર સરકાર આ પગલા ન પણ લે તે મહારાષ્ટ્રની રાજનીતી અસ્થિરતા તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપાના નેતા મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર બન્યા બાદ જ કહેતા રહ્યા છે કે આ સરકાર આંતરવિરોધીઓથી જ પડી જશે તે સ્થિતિ હવે નજીક આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને નોકરશાહીમાં શરુઆતમાં થયેલા ટકરાવ આંતરવિરોધને હવા આપી શકે છે.

પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે મુખ્યમંત્રીને લખેલા આઠ પૃષ્ઠના પત્રમાં સરકારને સંકટમાં નાખનારા અનેક આરોપ લગાવ્યા છે સાથે સર્વોચ્ચ ન્યાયલાયમાં દાખલ 103 પૃષ્ઠની અરજીમાં એવા કેટલાય ખુલાસા કર્યા છે જે સરકારને ભારે પડી શકે છે. તેમણે પોતાની અરજીમાં પોતાની બદલીને નિયમ વિરુધ્ધ બતાવીને તપાસની માંગ કરી છે. પોતાની વાતને પુષ્ટ કરવા માટે પરમબીરે ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરમાં સીસીટીવી કેમેરાની તપાસની માગ પણ કરવામાં આવી છે. .

સચિન વાજે પાસેથી મળેલા નોટ ગણવાના મશીનમાં સુરક્ષિત ડિજીટલ આંકડાના કેટલાક તથ્ય સામે આવી શકે છે. મનસુખ હિરેનની હત્યા સહિત કેટલાક અપરાધિક મામલામાં ફસાયેલા વાજે પોતાનું મોઢું ખોલશે તો રાજનીતિ ક્ષેત્રના કેટલાય લોકોની મુશ્કેલી વધારી શકે છે. ભલે એનસીપી નેતૃત્વ દ્વારા ગૃહમંત્રી અનિલ દેશમુખને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી હોય પરંતુ એનસીપી શિવસેના અને કોંગ્રેસ ત્રણેય દળ વસુલીનું આટલું મોટું રેકેટ સામે આવતા વ્યથીત થઇ ગઇ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Published On - 11:20 am, Tue, 23 March 21

Next Article