મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક પર ચૂંટણી, આ 10 બેઠક પર છે સૌ કોઈની નજર

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક પર ચૂંટણી, આ 10 બેઠક પર છે સૌ કોઈની નજર

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. 21 ઓક્ટોબરની વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ જવાનું છે. તમામ સ્થાનિક અને નેશનલ પાર્ટીએ પોતાનું જોર લગાવી દીધુ છે. અને જેમાં કેટલીક બેઠક પર રસાકસી પણ યોજાવવાની છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના નેતા આદિત્ય ઠાકરે, પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ સહિત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર, […]

TV9 Webdesk12

|

Oct 21, 2019 | 10:41 AM

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. 21 ઓક્ટોબરની વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ જવાનું છે. તમામ સ્થાનિક અને નેશનલ પાર્ટીએ પોતાનું જોર લગાવી દીધુ છે. અને જેમાં કેટલીક બેઠક પર રસાકસી પણ યોજાવવાની છે.

મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના નેતા આદિત્ય ઠાકરે, પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ સહિત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર, છગન ભુજબલ જેવા દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર લાગી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બેઠક પર તમામ લોકોની છે નજર

નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક

આ બેઠક પરથી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે પોતાના મુખ્યપ્રધાનનો ચહેરો પણ તેમને જ બનાવ્યો છે. એટલે જો ભાજપની સત્તા આવશે તો ફરી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન બનશે. તેમની સામે આ બેઠક પરથી

કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારની પસંદગી કરીને આશીષ દેશમુખને ઉતાર્યા છે. જો કે આ બેઠક પરથી દેવેન્દ્ર ફડણવીસ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે આ વખતે આ બેઠક પરથી 24 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. અને ખાસ વાત કે સંઘનું કાર્યાલય પણ નાગપુરમાં જ છે.

વરલી

મુંબઈની વરલી બેઠક હાઈપ્રોફાઈલ સીટમાંથી એક છે. અહીંયાથી શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે ચૂંટણી લડી રહ્યા છે. આદિત્ય એ ઠાકરે પરિવારના પહેલા સદસ્ય છે જે ચૂંટણી લડી રહ્યા છે. આજ પહેલા ઠાકરે પરિવારના કોઈ સદસ્યએ ચૂંટણી લડી નથી.

વરલી બેઠક મુંબઈ લોકસભા ક્ષેત્રમાં આવે છે. વરલી સીટ એ શિવસેનાની પારંપરિક બેઠકમાંથી એક છે. એટલે તેને જીતવી અઘરું નહીં અશક્ય બરાબર છે. 1990થી સતત શિવસેના આ બેઠક પરથી પોતાના ઉમેદવારને ઉતારે છે અને જીતે પણ છે. જો કે એકમાત્ર 2009માં શિવસેનાને આ બેઠક પરથી હાર મળી હતી.

આદિત્ય ઠાકરે સહિત આ બેઠક પર 20 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં એનસીપીના ઉમેદવાર સુરેશ માને આદિત્ય ઠાકરેની સામે લડી રહ્યા છે. મરાઠી અભિનેતા અભિજીત બિચકુલે પણ આ બેઠક પર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. જો કે આમ છતાં શિવસેના માટે આ બેઠક સુરક્ષીત ગણવામાં આવે છે.

બારામતી સીટ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એક થી એક દિગ્ગજ નેતાઓની રાજનીતિ દાવ પર છે. એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર પુણે જિલ્લાની બારામતી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અને 6 વખત અહીંથી ધારાસભ્ય પણ રહ્યા છે.

બારામતી પવાર પરિવારનો ગઢ માનવામાં આવે છે. વર્ષોથી આ બેઠક પર એનસીપીનો દબદબો છે. જેથી તેમના માટે આ બેઠક સુરક્ષિત છે. ભાજપે ધનગર સમાજના દમદાર નેતા ગોપીચંદ પડલકરને ઉતાર્યા છે. જેમને સંભાજી ભીડેના શિષ્ય માનવામાં આવે છે. આ વિસ્તારમાં સંભાજી ભીડેનું પ્રભુત્વ છે. પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડી છોડીને પડલકર ભાજપમાં જોડાયા છે.

કોથરુડ બેઠક

મહારાષ્ટ્રના નાણા મંત્રી અને ભાજપના ખાસ મરાઠી ચહેરાની ઓળખ ધરાવનારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ પુણે જિલ્લાની કોથરુડ વિધાનસભા બેઠક પર લડી રહ્યા છે. મુખ્યપ્રધાનના દાવેદારોમાંથી એક ચંદ્રકાંત પાટિલ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા તેઓ વિધાન પરિષદના માધ્યમથી સદસ્ય બન્યા છે. પાટિલ સાહેબનું વતન કોલ્હાપુર છે.

પરંતુ તેમના વર્ચસ્વને ધ્યાનમાં રાખી પાર્ટીએ મેઘા કુલકર્ણીની ટિકિટ કાપી છે. અને ચંદ્રકાંત પાટિલ આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. બ્રાહ્મણોના વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર ભાજપે મરાઠી નેતાને ઉતાર્યા છે. રાજ ઠાકરેની પાર્ટીના ઉમેદવાર કિશોર શિંદેને એનસીપી અને કોંગ્રેસે પોતાનું સમર્થન આપ્યું છે. એટલે ચંદ્રકાંત પાટિલની સીધી ટક્કર મનસેના ઉમેદવાર સાથે છે.

કરાડ દક્ષિણ બેઠક

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ આ બેઠક પરથી મેદાને છે. અને કોંગ્રેસ માટે તેમની નાક બરાબરનું સન્માન આ બેઠક બની ચૂકી છે. પૃથ્વીરાજ ચૌહાણ ફરી એક વખત સાતારા જિલ્લાની કરાડ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

સતારા જિલ્લા પ્રદેશ પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવે છે. કોંગ્રેસના ઉમેદવાર પૃથ્વીરાજ ચૌહાણની સામે ભાજપના અતૂલ ભોસલે ટક્કર આપી રહ્યા છે. આ બેઠક પર કુલ 21 ઉમેદવારો છે. જો કે સમગ્ર ટક્કર માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યોજાશે.

પરલી બેઠક

મરાઠવાડાની પરલી બેઠક પર પણ જોરદાર ટક્કર છે. ગોપીનાથ મુંડેની રાજકીય વિરાસતને આગળ કોણ લઈ જશે તેનો નિર્ણય 24 તારીખે સામે આવી જશે. પરલી બેઠક પર મહિલા બાળ વિકાસ પ્રધાન પંકજા મુંડે અને વિધાન પરિષદના નેતા ધનંજય મુંડે આમને-સામને છે. બંને પિતરાઈ ભાઈ-બહેન છે. બે વખત પંકજા મુંડે આ બેઠક પરથી જીતીને આવ્યા છે. પરંતુ સામે એનસીપીના ઉમેદવાર ધનંજય પણ પોતાની પિતરાઈ બહેનને હરાવવાના અંદાજમાં છે.

યેવલા બેઠક

મહારાષ્ટ્ર સદન ગોટાળામાં બે વર્ષથી વધારે સમય સુધી જેલમાં રહેલા પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભુજબલ આ બેઠક પરથી કિસ્તમત અજમાવી રહ્યા છે. યેવલા સીટ નાસિક જિલ્લામાં આવે છે. અને છગન એનસીપી પાર્ટીના ઓબીસી ચહેરો છે.

છગન ભુજબલને ટક્કર આપવા શિવસેનાના સંભાજી પવાર મેદાને છે. આ સાથે વંચિત બહુજન અઘાડી પાર્ટીના અલગટ સચિન આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને ત્રીકોણીય જંગ સર્જાયો છે. છગન ભુજબલ એનસીપી છોડીને શિવસેનામાંથી ઉમેદવારી નોંધાવશે તેવી ચર્ચા છેલ્લે સુધી ચાલી હતી. પરંતુ સ્થાનિક શિવસેનાના નેતાઓના વિરોધને કારણે આ શક્ય બન્યું નથી.

કર્જત જામખેડ સીટ

મહારાષ્ટ્રની કર્જત જામખેડ વિધાનસભા બેઠક પર થઈ રહેલી ટક્કર પણ ખાસ યાદીમાં છે. અહીંથી શરદ પવારના પૌત્ર રોહિત પવાર મેદાને છે. રોહિત બારામતી જિલ્લા પરિષદના સદસ્ય છે. અને પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે.

રોહિતની ટક્કર ફડણવીસની સરકારમાં સૌથી શક્તિશાળી નેતા અને મંત્રી રામ શિંદે સાથે છે. રામ શિંદે ત્રણ વખત આ બેઠક પરથી જીત મેળવી ચૂક્યા છે. શરદ પવારે પોતાના પૌત્રની જીત માટે તમામ દાવ રમી ચૂક્યા છે. તો ફડણવીસે લોકોને કહ્યું છે કે, કર્જતમાં ચૂંટણી લડી રહેલા રોહિતને ફરી બારામતી મોકલવાના છે.

કણકવલી બેઠક

કોકણની કણકવલી બેઠક પર ગઠબંધન હોવા છતાં શિવસેના અને ભાજપ આમને-સામને છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેના દિકરા નિતેશ રાણે ભાજપમાંથી આ બેઠકના ઉમેદવાર છે. તો શિવસેનાએ અહીંથી સતીશ સાવંતને ઉતાર્યા છે. રાણે અને ઠાકરે પરિવાર વચ્ચેની તકરારની સમગ્ર મહારાષ્ટ્રને જાણ છે. શિવસેનાએ આ બેઠક પર પોતાના ઉમેદવારને ઉતારીને ચર્ચા જગાવી દીધી છે.

નાલાસોપારા બેઠક

મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદિપ શર્મા આ બેઠક પરથી રાજનીતિમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. એક દમદાર પોલીસ અધિકારીની છાપ ધરાવનારા આ દેશ સેવક ભવિષ્યમાં જનતાના સેવક બનશે કે નહીં તે જોવું રહ્યું છે. જેને લઈને આ સીટ પણ ચર્ચાનો વિષય છે.

પ્રદિપ શર્માની ટક્કર આ બેઠક પરથી ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર વિરુદ્ધ છે. આ બેઠક પરથી કુલ 19 ઉમેદવારો મેદાને છે. શિવસેના ઉમેદવાર તરીકે પ્રદિપ શર્મા તો બહુજન વિકાસ અઘાડીના ક્ષિતિજ ઠાકુરની ટક્કર જોવા જેવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati