Maharashtra : મારા વિરુદ્ધ CBIની તપાસ ગેરકાયદેસર, કસાબને પણ મળ્યો હતો કાનૂની પ્રકિયાનો લાભ : અનિલ દેશમુખ

|

Jul 03, 2021 | 12:07 PM

Maharashtra : અનિલ દેશમુખ (Anil Deshmukh) પર ભષ્ટ્રાચારનો આરોપ લાગ્યા બાદ સીબીઆઈ (CBI) એ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તેમણે કહ્યું કે, 26/11 મુંબઈ આતંકી હુમલાના દોષી આમિર અજમલ કસાબને પણ કાનૂની પ્રકિયાનો લાભ મળ્યો હતો.

Maharashtra : મારા વિરુદ્ધ CBIની તપાસ ગેરકાયદેસર, કસાબને પણ મળ્યો હતો કાનૂની પ્રકિયાનો લાભ : અનિલ દેશમુખ
ફાઈલ ફોટો

Follow us on

Maharashtra : અનિલ દેશમુખ (Anil Deshmukh) પર ભષ્ટ્રાચારનો આરોપ લાગ્યા બાદ સીબીઆઈ (CBI) એ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. દેશમુખે આ ફરિયાદને કોર્ટમાં પડકારી છે. આપને જણાવી દઈએ કે, પૂર્વ પોલીસ કમિશ્નર (Former Commissioner of Police) પરમવીર સિંહે દેશમુખ પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો હતો.

મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ((Former Home Minister Anil Deshmukh) શુક્રવારના રોજ બૉમ્બે હાઈકોર્ટ (Bombay High Court) સમક્ષ  કરેલ અરજીમાં જણાવ્યુ હતુ કે, ભષ્ટ્રાચાર (Corruption) ના આરોપમાં તેમના વિરુદ્ધ ચાલી રહેલી સીબીઆઈ (CBI) ની તપાસ ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે, 26/11 મુંબઈ આતંકી હુમલાના દોષી આમિર અજમલ કસાબને પણ કાનૂની પ્રકિયાનો લાભ મળ્યો હતો.

અનિલ દેશમુખ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકિલ અમિત દેસાઈએ કોર્ટમાં જણાવ્યું હતુ કે, સીબીઆઈ (CBI) ની તપાસની શરુઆત એપ્રિલમાં હાઈકોર્ટના આદેશ બાદ શરુ થઈ હતી, પરંતુ સીબીઆઈએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party) ના નેતા સામે કેસ કરતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લીધી નહોતી. તે સમયે દેસાઈ લોકસેવક હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેસાઈએ કહ્યું કે, મંજૂરી લીધા વગર દેશમુખ વિરુદ્ધ ભષ્ટ્રાચાર અને પોતાના પદનો ખોટો ઉપયોગ કરવાની તપાસ ગેરકાયદેસર છે. તેમણે સવાલ કર્યો કે શું તમે કાયદાની જરુરતોને અવગણી શકો છો. રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે સંપર્ક કરવો જોઈએ, આ પ્રકારની સમગ્ર તપાસ ગેરકાયદેસર છે.

હાઈકોર્ટના જજ એસએસ શિંદે અને જજ એનએમ જામદારની પીઠની સામે કરવામાં આવેલી પુછપરછમાં દેસાઈએ કહ્યું કે, તમે ભાવનાઓને દુર કરી શકો છો, પરંતુ પ્રકિયા અને કાયદાના રાજને નજર અંદાજ ન કરી શકાય. આ દેશમાં કસાબ જેવા વ્યક્તિને પણ કાનૂની પ્રકિયાનો લાભ મળ્યો છે. આ દેશમાં દરેક વ્યક્તિને ભારતીય બંધારણ અનુસાર કાયદાની પ્રક્રિયાનો લાભ મળે છે.

શું છે સમગ્ર મામલો

આપને જણાવી દઈએ કે, પૂર્વ પોલીસ કમિશ્નર (Former Commissioner of Police) પરમવીર સિંહે દેશમુખ પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સીબીઆઈ (CBI) એ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. દેશમુખે આ ફરિયાદના આધારે કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. જેના પર હાઈકોર્ટમાં શુક્રવારના રોજ સુનાવણી કરવામાં આવી હતી. આ વર્ષ એપ્રિલમાં ચીફ જસ્ટિસ દીપાંકર દત્તની પીઠે સીબીઆઈના દેશમુખ વિરુદ્ધ પ્રારંભિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ દેશમુખે મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું હતુ.

આ તપાસ એડવોકેટ જયશ્રી પાટિલ દ્વારા માલાબાર હિલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે કરવામાં આવી રહી છે. તેમણે પોતાની ફરિયાદમાં દેશમુખ અને સિંહ વિરુદ્ધ તપાસની માગ કરી હતી. પાટિલે ફરિયાદની સાથે આઈપીએસ અધિકારી દ્વારા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Maharashtra Chief Minister) ને લખેલા પત્રની કોપી જોડી હતી. પત્રમાં નેતા પર આરોપ લાગાડવામાં આવ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ દેશમુખ વિરુદ્ધ ભષ્ટ્રાચાર અને ગેરવર્તન મામલે ફરિયાદ નોંધી હતી.

Next Article