વાયનડ સીટ દક્ષિણ ભારતમાં અપાવશે કોંગ્રેસને સફળતા? જાણો અગાઉની ચૂંટણીમાં કેવી રહી છે અસર

કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી, ગાંધી પરિવારના પહેલા એવા ઉમેદવાર નથી કે જે દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી લડ્યા હોય. પરંતુ તેમના પહેલા સોનિયા ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધી પણ દક્ષિણ ભારતથી ચૂંટણી લડ્યા છે. જેનો ફાયદો કોંગ્રેસને પણ મળ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2019માં પોતાની પરંપરાગત અમેઠી લોકસભા સીટની સાથે કેરળની વાયનડ સીટ પરથી […]

વાયનડ સીટ દક્ષિણ ભારતમાં અપાવશે કોંગ્રેસને સફળતા? જાણો અગાઉની ચૂંટણીમાં કેવી રહી છે અસર
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 01, 2019 | 1:08 PM

કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી, ગાંધી પરિવારના પહેલા એવા ઉમેદવાર નથી કે જે દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી લડ્યા હોય. પરંતુ તેમના પહેલા સોનિયા ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધી પણ દક્ષિણ ભારતથી ચૂંટણી લડ્યા છે. જેનો ફાયદો કોંગ્રેસને પણ મળ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2019માં પોતાની પરંપરાગત અમેઠી લોકસભા સીટની સાથે કેરળની વાયનડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. વાયનડ સીટ દ્વારા રાહુલ ગાંધી સંપૂર્ણ દક્ષિણ ભારતની રાજનીતિ સાથે જોડાવવા માટે ચૂંટણીમાં ઉતરી રહ્યા છે.

દક્ષિણ ભારતમાં સતત એવી માંગ ઉઠી રહી છે કે, દિલ્હીની સત્તા પર તેમનુ પ્રતિનિધિત્વ હોય. આ વાતને ધ્યાને રાખીને રાહુલ ગાંધીએ પોતાની માતા અને દાદીની રાજનીતિને જોઈને દક્ષિણ ભારતમાં વાયનડથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલે અમેઠી અને વાયનડ કે જે બન્ને સીટો કોંગ્રેસની પરંપરાગત અને મજબૂત સીટો છે ત્યાંથી ઉમેદવારી નોંધાવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઈન્દિરા ગાંધી ચિકમંગૂરુરીથી લડ્યા હતાં પેટાચૂંટણી

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ‘ગાંધી પરિવાર’ના પહેલા એવા સભ્ય છે કે, જે દક્ષિણ ભારતમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. 1977માં રાયબરેલી સીટ પર રાજ નારાયણથી હાર્યા બાદ ઈન્દિરા ગાંધી 1978માં કર્ણાટકની ચિકમંગૂરુર સીટ પર પેટાચૂંટણી લડ્યા હતા. ઈન્દિરા ગાંધીનું દક્ષિણ ભારતમાં ચૂંટણી લડવુ પાર્ટીને જીવનદાન આપનાર હતું. 2 વર્ષ પછી 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ કર્ણાટક કે તે સમયે મૈસૂર હતુ તેની તમામ 27 સીટો પર કોંગ્રેસે જીત મેળવી હતી.

સોનિયા ગાંધી અમેઠી અને બેલ્લારીથી ચૂંટણી લડ્યા હતાં

ઇન્દિરા ગાંધી બાદ સોનિયા ગાંધી ‘ગાંધી પરિવાર’ના બીજા એવા સભ્ય હતા કે જે દક્ષિણ ભારતમાં ચૂંટણી લડ્યા હતાં. સોનિયા ગાંધીએ 1998માં રાજનીતિમાં ઉતરવાની સાથે 1999માં લોકસભા ચૂંટણીમાં અમેઠી અને કર્ણાટકની બેલ્લારી સીટ પર ચૂંટણી લડ્યા હતાં. જ્યાં તેમને ભાજપના સુષ્મા સ્વરાજને આશરે 56 હજાર વોટથી હરાવ્યા હતાં.

કોંગ્રેસને કેવી રીતે મળ્યો ફાયદો

સોનિયા ગાંધી કર્ણાટકના રાજકારણમાં ઉતરતા કોંગ્રેસને મોટો ફાયદો થયો છે. કર્ણાટકની 28 લોકસભા સીટમાંથી કોંગ્રેસ 18 સીટ જીતી હતી. ઉપરાંત ભાજપને 7 અને જનતા દળને 3 સીટથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે તે પહેલા કોંગ્રેસ પાસે માત્ર 5 સીટ હતી, તેથી પાર્ટીને 11 સીટનો ફાયદો થયો હતો.

સોનિયા અને ઈન્દિરા ગાંધી બાદ હવે રાહુલ ગાંધી અમેઠીની સાથે-સાથે કેરળની વાયનડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. કેરલની કુલ 20 લોકસભા સીટમાંથી કોંગ્રેસ પાસે હવે માત્ર 8 સીટ છે. રાહુલ ગાંધી સામે પોતાની સીટ જીતવાની સાથે કેરળમાં પાર્ટીની સીટો વધારવાનો પણ પડકાર છે. તે ઉપરાંત દક્ષિણ ભારતમાં કોંગ્રેસે જે લોક મત ગુમાવ્યો છે તે પણ પરત મેળવવાના મોટા પડકારનો સામનો કરવો પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">