AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિવારે કોંગ્રેસમાં તો સોમવારે સવારે ભાજપમાં, આખરે સપના ચૌધરી કયા પક્ષમાં ?

લોકસભાની ચૂંટણી આવતાં જ પક્ષ બદલવાનું રાજકારણ તરત જ શરૂ થઈ જાય છે. હાલમાં કોંગ્રેસ સાથે જોડાવવાની વાત સામે આવ્યા પછી ફેમસ હરિયાણી ડાન્સર સપના ચૌધરી આખરે કયા પક્ષમાં છે તે સૌ કોઈ જાણવા પ્રયત્ન કરી રહ્યું છે. બે દિવસમાં કન્ફ્યુઝન વધારી દીધું છે. વાત એમ છે કે પહેલાં તો તેની તસવીર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા […]

રવિવારે કોંગ્રેસમાં તો સોમવારે સવારે ભાજપમાં, આખરે સપના ચૌધરી કયા પક્ષમાં ?
Follow Us:
| Updated on: Mar 25, 2019 | 7:19 AM

લોકસભાની ચૂંટણી આવતાં જ પક્ષ બદલવાનું રાજકારણ તરત જ શરૂ થઈ જાય છે. હાલમાં કોંગ્રેસ સાથે જોડાવવાની વાત સામે આવ્યા પછી ફેમસ હરિયાણી ડાન્સર સપના ચૌધરી આખરે કયા પક્ષમાં છે તે સૌ કોઈ જાણવા પ્રયત્ન કરી રહ્યું છે. બે દિવસમાં કન્ફ્યુઝન વધારી દીધું છે. વાત એમ છે કે પહેલાં તો તેની તસવીર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સાથે આવી હતી અને કહેવાતું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે.

જે પછી સપનાએ તે વાતનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો અને હવે એક નવી તસવીર સામે આવી છે. જેમાં સપના ચૌધરી દિલ્હી ભાજપ અધ્યક્ષ અને પ્રખ્યાત ભોજપુરી ગાયક મનોજ તિવારીની સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરની સાથે લોકો તેના પર પણ ચર્ચા કરી રહ્યા છે કે આખરે સપના કંઇ પાર્ટીમાં જઇ રહી છે?

તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો

અગાઉ એવી વાત કરવામાં આવી રહી હતી કે સપના કોંગ્રેસમાં સામેલ થશે અને મથુરા બેઠક પરથી હેમામાલિનીની વિરૂદ્ધ ઉતરશે. પરંતુ કોંગ્રેસે મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર બનાવીને આ અટકળોનો નકારી દીધી હતી. ત્યારબાદ ચર્ચા હતી કે કોંગ્રેસ બીજી કોઇ સીટ પરથી તેને મેદાનમાં ઉતારી શકે છે.

આ પણ વાંચો : દેશના રાજકરણમાં સૌથી મહત્વની બનશે ગાંધીનગર બેઠક, અમિત શાહ સામે ઉતરી શકે છે શંકર સિંહ વાઘેલા મેદાનમાં

આ બધાની વચ્ચે પ્રિયંકા ગાંધીની સાથે સપના ચૌધરીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થવા લાગી છે. પરંતુ સપના ચૌધરીએ અચાનક નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા ના તો હજુ હું કોંગ્રેસમાં સામેલ થઇ છું અને ના તો આગળ આવી કોઇ યોજના છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">