પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષના પાંચ દિવસ જંગલમાં વિતાવતા, જાણો અહીં તેમની કેન્ટિનમાં કામ કરવાથી લઈને હિમાલયની બે વર્ષની યાત્રા વિશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં એક લોકપ્રિય ફેસબુક પેજને આપેલા ઈન્ટરવ્યૂમાં યુવાનોને માર્ગદર્શન આપવા માટે પોતાના જીવનના પ્રસંગોને યાદ કર્યા હતા. અગાઉ પણ પ્રધાનમંત્રી મોદી યુવાનોને જીવનના મૂલ્યો બાબતે સલાહ આપી ચૂક્યા છે. લોકપ્રિય ફેસબુક પેજ ‘દ હ્યુમન્સ ઓફ બોમ્બે’ને પ્રધાનમંત્રીએ ઈન્ટરવ્યુ આપ્યું છે. આ ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિતેલા જીવનના પ્રસંગોને યાદ કરતા કહ્યું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં એક લોકપ્રિય ફેસબુક પેજને આપેલા ઈન્ટરવ્યૂમાં યુવાનોને માર્ગદર્શન આપવા માટે પોતાના જીવનના પ્રસંગોને યાદ કર્યા હતા. અગાઉ પણ પ્રધાનમંત્રી મોદી યુવાનોને જીવનના મૂલ્યો બાબતે સલાહ આપી ચૂક્યા છે. લોકપ્રિય ફેસબુક પેજ ‘દ હ્યુમન્સ ઓફ બોમ્બે’ને પ્રધાનમંત્રીએ ઈન્ટરવ્યુ આપ્યું છે.
આ ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિતેલા જીવનના પ્રસંગોને યાદ કરતા કહ્યું કે તેઓ દર દિવાળીના સમયે પાંચ દિવસ જંગલમાં ચાલ્યા જતા. તે એવી જગ્યા પર જવાનું પસંદ કરતા જ્યાં માત્ર સ્વચ્છ પાણી હોય, બીજુ કશું જ નહીં.
પ્રધાનંમત્રીએ વધુમાં જણાવ્યું કે એટલા માટે હું મારા યુવાન મિત્રોને ભલામણ કરું છું કે તેઓ પોતાની વ્યસ્ત જિંદગીમાંથી થોડો સમય પોતાના માટે કાઢે. તેઓ પોતાના માટે આત્મચિંતન કરે. આવું કરવાથી વિચારસરણી બદલાશે અને તમે પોતાની જાતને સારી રીતે સમજી શકશો.
જીવનના મૂલ્યો વિશે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પોતાના માટે સમય કાઢીને, આત્મચિંતન કરવાથી તમે સાચા અર્થમાં જીવવાનું શરું કરી શકશો. તમારામાં એટલો બધો ભરોસો પોતાની જાત પર આવી જશે કે પછી કોઈ તમારે માટે શું કહે છે તેની અસર પણ નહીં પડે. જો તમે આ વાતને પોતાના જીવનમાં ઉતારશો તો તમને ભવિષ્યમાં તમને લાભ મળશે. હું તમને એટલું જ કહેવા માગુ છું કે તમે પોતે જ ખાસ છો, તમારે બહાર બીજે ક્યાંય પ્રકાશ શોધવાની જરુર નથી. આ પ્રકાશ તમારી અંદર પહેલાથી હાજર રહેલો જ છે.
આ ફેસબુક પેજના ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ પોતાના બાળપણની ઘણી વાતોને યાદ કરી. પીએમ મોદીએ એ પણ જણાવ્યું કે તેઓ કેવી રીતે RSS(રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ) પ્રત્યે આકર્ષિત થયાં, તેમણે પોતાની 17 વર્ષની વયે કરેલી બે વર્ષની હિમાલય યાત્રા વિશે પણ વાત કરી. તેમણે એ ફેરફારો વિશે પણ વાત કરી છે જે આ યાત્રા પછી તેમના જીવનમાં આવ્યા.
તેમણે કહ્યું કે હિમાલયની યાત્રાથી પરત આવ્યા બાદ મને થયું કે મારે લોકોની સેવાનું કામ કરવું છે. હિમાલયથી પરત આવ્યા બાદ થોડા દિવસોમાં હું અમદાવાદ આવી ગયેલો. અમદાવાદ આવીને મને મોટા શહેરનો પ્રથમ અનુભવ થયો. દોડાદોડીથી ભરેલી જિંદગી કંઈક અલગ જ હોય છે. અમદાવાદમાં હું ક્યારેક મારા પોતાના કાકાની કેન્ટીનમાં મદદ પણ કરાવતો હતો.
પોતાના જંગલમાં જવાના અનુભવ વિશે તેમણે ક્હયું કે ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે દિવાળીના પાંચ દિવસ હું જંગલમાં ક્યાંક ચાલ્યો જતો. તે જગ્યાએ માત્ર સ્વચ્છ પાણી હોય અને બીજું કોઈ જ નહીં. આ પાંચ દિવસ માટે હું પૂરતું ખાવાનું પોતાની સાથે લઈને જ જતો. ત્યાં કોઈ રેડિયો અથવા સમાચારપત્ર નહોંતા. તે દિવસોમાં ટીવી અને ઈન્ટરનેટ હતું જ નહીં.
[yop_poll id=785]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]