ગુજરાતમાં પેટાચૂંટણીનો રહ્યો છે ટ્રેન્ડ, જાણો 2009થી 2019 સુધી 45 બેઠકની પેટાચૂંટણીનો ઈતિહાસ

|

Oct 23, 2019 | 5:37 PM

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દશકાથી પેટાચૂંટણીનું રાજકારણ ગરમાયુ છે. વર્ષે 200 થી 2019 દરમિયાન રાજ્યની જનતાએ 45 બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન કર્યું છે. જો કે પેટાચૂંટણીમાં ભાજપે વધારે  જીત મેળવી છે.  સમય સાથે પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

ગુજરાતમાં પેટાચૂંટણીનો રહ્યો છે ટ્રેન્ડ, જાણો 2009થી 2019 સુધી 45 બેઠકની પેટાચૂંટણીનો ઈતિહાસ

Follow us on

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દશકાથી પેટાચૂંટણીનું રાજકારણ ગરમાયુ છે. વર્ષે 200 થી 2019 દરમિયાન રાજ્યની જનતાએ 45 બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન કર્યું છે. જો કે પેટાચૂંટણીમાં ભાજપે વધારે  જીત મેળવી છે.  સમય સાથે પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દશકામાં ધરખમ પરિવર્તન આવ્યું છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી ઉપરાંત વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ વધારો થયો છે. છેલ્લાં એક દસકામાં રાજ્યમાં 45 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ આવી છે. જો વર્ષે પ્રમાણે વાત કરવામાં આવે તો 2009ની લોકસભાની ચૂંટણી બાદ 6 બેઠકોની પેટાચૂંટણી આવી હતી.

આ પણ વાંચો :  પ્રધાન બોલ્યા ‘હું છું ત્યાં સુધી ગૌ હત્યા કરો’, VIDEO થયો વાયરલ

2009માં નીચેની 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.  જેમાં કોડીનાર,  દહેગામ, સમી, ધોરાજી, જસદણ અને ચોટીલાનો સમાવેશ થાય છે.  2010ના વર્ષની વાત કરીએ તો 2 બેઠક પેટાચૂંટણીનો જંગ સર્જાયો હતો. જેમાં કઠવાડા અને ચોટીલા બેઠકનો સમાવેશ થાય છે. વર્ષે 2011માં એક બેઠક ખાડિયા પર ચૂંટણી યોજાઈ હતી.  વર્ષે 2012માં પણ માણસા બેઠક પર પેટાચૂંટણીનો જંગ ખેલાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વર્ષે 2013માં પાંચ બેઠક પર પેટાચૂંટણી યોજીવામાં આવી હતી. જેમાં લીમડી, મોરવાહડફ, જેતપુર, ધોરાજી અને સુરત બેઠકનો સમાવેશ થાય છે.  વર્ષે 2014ની લોકસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ 15 બેઠકોની પેટા ચૂંટણી આવી હતી. જેમાં  રાજકોટ વેસ્ટ, લીમખેડા, માતર, આણંદ, તળાજા, માગરોળ, ટંકારા, મણિનગર, ડીસા, માંડવી, લાઠી, વિસાવદર, હિંમતનગર, રાપર અને અબડાસાનો સમાવેશ થાય છે.

જ્યારે વર્ષે 2016માં એક ચોરીયાસી બેઠક અને વર્ષે 2018માં જસદણ બેઠકનો સમાવેશ થાય છે.  વર્ષે 2019 ની લોકસભાની ચૂંટણી દરમ્યાન 4 બેઠકોની પેટાચૂંટણી થઈ હતી અને હવે 2019ની ચૂંટણી પૂર્ણ થયા બાદ બીજી 6 બેઠકોની પેટા ચૂંટણી થઈ ગઈ છે. જેમાં માણાવદર, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય, ઊંઝા, રાધનપુર, થરાદ, બાયડ, લુણાવાડા, ખેરાલુ અમરાઈવાડી બેઠકનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સામાન્ય વિધાનસભાની ચૂંટણી કરતા પેટાચૂંટણીમાં છેલ્લાં 10 વર્ષેના આંકડા પ્રમાણે ઓછું જ મતદાન થયું છે. તેમાં પણ શહેરી વિસ્તારોની બેઠકોમાં હમેશા ખૂબ ઓછું મતદાન જોવા મળ્યું છે. વર્ષે 2014માં મણિનગર અને હવે વર્ષે 2019માં અમરાઈવાડી બેઠક પર આજ પ્રકારની મતદાનની ટકાવારી જોવા મળી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article