Gujarati NewsPoliticsKnow about that chief minister who cheat with his father in law powerless and become chief minister
જાણો એવા મુખ્યમંત્રી વિશે A to Z વાતો જેમને પોતાના સસરાનો સતાપલટો કરીને છીનવી લીધી હતી મુખ્યમંત્રીની ખુરશી, 3 વાર બન્યા છે CM!
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ પર રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમને કોંગ્રેસની સાથે હાથ મિલાવીને TDPના સંસ્થાપક એન.ટી રામા રાવની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ચાર દાયકા પહેલા ચંદ્રબાબુ નાયડૂ આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકારમાં સિનેમેટોગ્રાફી મંત્રી હતા. તે સમયે નંદમુરી તારક રામારાવની નજીક આવ્યા, જે ફિલ્મ અભિનેતા અને રાજકારણી હતા. તે હિન્દૂ દેવતાઓના પાત્ર ભજવતા […]
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ પર રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમને કોંગ્રેસની સાથે હાથ મિલાવીને TDPના સંસ્થાપક એન.ટી રામા રાવની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
ચાર દાયકા પહેલા ચંદ્રબાબુ નાયડૂ આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકારમાં સિનેમેટોગ્રાફી મંત્રી હતા. તે સમયે નંદમુરી તારક રામારાવની નજીક આવ્યા, જે ફિલ્મ અભિનેતા અને રાજકારણી હતા. તે હિન્દૂ દેવતાઓના પાત્ર ભજવતા લોકોમાં ખુબ પ્રસિધ્ધ થઈ ગયા હતા. તે પછી રાજકારણમાં આવ્યા અને TDP પાર્ટી બનાવી જેથી તે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને સાફ કરી શકે. ચંદ્રબાબુ નાયડૂએ એન.ટી.આરની દીકરી ભુવનેશ્વરી સાથે લગ્ન વર્ષ 1981માં કર્યા. ભુવનેશ્વરી સાથે લગ્ન પછી 2 વર્ષ પછી તે TDPમાં સામેલ થયાં જ્યારે તેમની રાજયમાં સરકાર હતી. ત્યારબાદ તેમના સસરાના વિશ્વાસપાત્ર બની ગયા અને તેમની નજીકના રણનીતીકારોમાં સામેલ થઈ ગયા. TDPમાં સામેલ થયા પછી એક દાયકા પછી, નાયડૂએ તેમના સસરા વિરૂધ્ધ બળવો કરી પક્ષપલટો કર્યો. તેની સાથે તેમને TDP પર કબજો કર્યો અને મુખ્યમંત્રીની સીટ પર બેસી ગયા.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
ચંદ્રબાબુ નાયડૂનો બળવો કર્યા પછી એન.ટી.આરે કહ્યું હતું કે તેમના જમાઈના સારા દિવસોને ગણવામાં આવશે અને તે તેનો બદલો લેશે. એક ઈન્ટરવ્યુમાં એન.ટી.આરે પોતાની જાતની તુલના 17મી સદીના સમ્રાટ શાહજહાંની સાથે કરી હતી. જેને તેના દીકરાએ કેદ કર્યો હતો.
એન.ટી.આરના મુત્યુ પછી નાયડૂ રાજ્યના પ્રસિધ્ધ નેતા બની ગયા છે. તેમને અત્યાર સુધી ત્રણ વાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. હૈદરાબાદને આઈ.ટી હબ બનાવ્યું. નાયડૂ દિલ્હીમાં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનું સ્થાન આપવાની માંગ સાથે વિરોધમાં બેઠા છે. તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણી વિપક્ષ પાર્ટીઓના નેતાઓને આ બાબતે તેમના પક્ષમાં લાવ્યા પછી તે લાઈમલાઈટમાં આવી ગયા છે. નાયડૂને ખ્યાલ આવી ગયો હતો કે નરેન્દ્ર મોદી વિરૂધ્ધ બળવો કરવો કેન્દ્રમાં સતામાં તેમની પકડ બનાવવાનો સૌથી સારો મોકો હતો.