પશ્ચિમ બંગાળમાં ભાજપના 2 કાર્યકર્તાઓની હત્યા, પાર્ટીએ TMC કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

|

Mar 25, 2021 | 11:30 PM

પશ્ચિમ બંગાળ ( West Bengal)માં ભાજપના બે કાર્યકર્તાઓના મોત થયા છે. ભાજપે આને હત્યા ગણાવી છે. બંને કાર્યકર્તાઓની ઓળખ પ્રતાપ બર્મન અને દીપાંકર વિશ્વાસ તરીકે થઈ છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના 2 કાર્યકર્તાઓની હત્યા, પાર્ટીએ TMC કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

Follow us on

પશ્ચિમ બંગાળ ( West Bengal)માં ભાજપના બે કાર્યકર્તાઓના મોત થયા છે. ભાજપે આને હત્યા ગણાવી છે. બંને કાર્યકર્તાઓની ઓળખ પ્રતાપ બર્મન અને દીપાંકર વિશ્વાસ તરીકે થઈ છે. પ્રદેશ ભાજપ તરફથી વોટસએપ ગ્રુપ પર જાહેર નિવેદનમાં TMC કાર્યકર્તાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ભાજપે જણાવ્યું કે બંને કાર્યકર્તા નદિયા જિલ્લાના શાંતિપુરના રહેવાસી હતા.

 

તેમનો ગુન્હો બસ એટલો હતો કે આ પાર્ટીના કાર્યકર્તા હતા અને પાર્ટી માટે કામ કરતા હતા. પાર્ટી તરફથી જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાજકીય વિચારધારાને લીધે કોઈને મારવું એ હિંસાની બર્બર કૃત્ય છે અને બંગાળમાં મમતા બેનર્જી સામાન્ય રીતે આવું કરે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અમે ડરીશું નહીં: કૈલાશ વિજયવર્ગીય

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમને ભાજપ કાર્યકર્તાના શંકાસ્પદ મોત પર સવાલ ઉઠાવતા કહ્યું કે બંગાળમાં ભાજપના લોકો ડરશે નહીં. મમતા બેનર્જીને રાજ્યની સત્તાથી હટાવવાનો જ ભાજપનો ઉદ્દેશ્ય છે.

 

કેન્દ્રીય મંત્રી અમિત શાહે પૂરૂલિયામાં મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે દીદીનો એટલો આતંક છે કે તમે આ ગરમીમાં તેમને હરાવવા માટે આવ્યા છો. તેમને કહ્યું કે દીદી પુરૂલિયામાં ફ્લોરાઈડ યૂક્ત પાણી પીવડાવે છે. તમે એક વખત દીદીને કાઢી દો, 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી આ વિસ્તારમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ભાજપ કરશે. 5 ટકાથી ઓછા ઘરમાં પુરૂલિયામાં નળમાંથી પાણી આવે છે.

 

આ પણ વાંચો: Bharat Bandh: આવતીકાલે ભારતબંધનું એલાન, સવારે 6 વાગ્યાથી રસ્તા જામ કરશે ખેડૂતો

Next Article