Kerala Assembly Election 2021: ભાજપને મોટો આંચકો, પીસી થોમસે છોડ્યો એનડીએનો સાથ

|

Mar 17, 2021 | 3:32 PM

Kerala Assembly Election 2021: કેરળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પીસી થોમસ હવે એનડીએ પણ છોડી ગયા છે. કેરળ કોંગ્રેસથી છૂટા પડેલા PC Thomas ની આગેવાનીવાળા જૂથે વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપે એક પણ બેઠક ના આપતા  મંગળવારે મોડી રાત્રે આ નિર્ણય લીધો હતો.

Kerala Assembly Election 2021: ભાજપને મોટો આંચકો, પીસી થોમસે છોડ્યો એનડીએનો સાથ

Follow us on

Kerala Assembly Election 2021: કેરળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પીસી થોમસ હવે એનડીએ પણ છોડી ગયા છે. કેરળ કોંગ્રેસથી છૂટા પડેલા PC Thomas ની આગેવાનીવાળા જૂથે વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપે એક પણ બેઠક ના આપતા  મંગળવારે મોડી રાત્રે આ નિર્ણય લીધો હતો.

ગત ચૂંટણીમાં PC Thomas એ કહ્યું હતું કે તેમનું જુથ ચાર વિધાનસભા બેઠકો પર ચુંટણી લડયું હતું. પરંતુ આ વખતે ભાજપ એક પણ બેઠક આપવા તૈયાર નથી. ત્યારબાદ થોમસે કહ્યું કે તેમનું જૂથ કેરળ કોંગ્રેસમાં ભળી જશે અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફનો ભાગ બનશે. જો કે થોમસનું જૂથ પાછલા અઠવાડિયે ફરીથી કોંગ્રેસથી અલગ પડ્યું અને ભાજપમાં જોડાયું હતું.

પીસી થોમસ 2003 થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ 1989 થી 2009 દરમિયાન કેરળના મુવત્તુપુઝાથી છ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. થોમસ 2004 માં એનડીએને કેરળમાં પ્રથમ ચૂંટણી જીત નોંધવામાં મદદ કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

છેલ્લા પાંચ ચૂંટણીમાં થોમસ કોંગ્રેસની આગેવાનીવાળી યુડીએફની સાથી કેરળ કોંગ્રેસ (મણિ) ના ઉમેદવાર હતા. જો કે, મે 2001 ની વિધાનસભાની ચૂંટણીઓ પછી તરત જ થોમસ તેમના રાજકીય ગુરુ રાજ્યના મહેસૂલ પ્રધાન કે.એમ. મણિથી અલગ થયા હતા. કેરળમાં 140 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે 6 એપ્રિલના રોજ મતદાન છે. જ્યારે 2 મેના રોજ પરિણામ આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે પીસી ચાકોએ કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ તોડી નાખ્યા હતા. કોંગ્રેસમાં જૂથવાદનો આરોપ લગાવી 6 એપ્રિલની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચાકોએ કેરળમાં રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં પાર્ટીના મહાસચિવ રહેલા પીસી ચાકોએ કહ્યું હતું કે કોંગ્રેસ હલેસા વગરની હોડી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં હવે લોકશાહી નથી. ત્યારબાદ તેઓ શરદ પવારની પાર્ટી એનસીપીમાં જોડાયા હતા.

Next Article