KARNATAKA CM BS. Yediyurappa resigns : કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી

|

Jul 26, 2021 | 12:49 PM

KARNATAKA : રવિવારે કહ્યું હતું કે તેઓ આ પદ પર સતત ચાલુ રહેવા અંગે ભાજપ હાઈકમાન્ડ તરફથી સૂચના મેળવ્યા બાદ યોગ્ય નિર્ણય લેશે.

KARNATAKA CM BS. Yediyurappa resigns : કર્ણાટકના  મુખ્યપ્રધાન  બી.એસ. યેદીયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી
BS Yediyurappa has announced his resignation as the Karnataka chief minister

Follow us on

KARNATAKA : કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ આજે સોમવારે 26 જુલાઈએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રવિવારે કહ્યું હતું કે તેઓ આ પદ પર સતત ચાલુ રહેવા અંગે ભાજપ હાઈકમાન્ડ તરફથી સૂચના મેળવ્યા બાદ યોગ્ય નિર્ણય લેશે.

કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ આજે સોમવારે 26 જુલાઈએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સોમવારે તેમની સરકારના 2 વર્ષ પૂરા થવાનાં કાર્યક્રમમાં બોલતાં મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ કહ્યું, “મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.”

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

રવિવારે બેંગ્લોરમાં મેગા કોન્ક્લેવની યેદીયુરપ્પાને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને મુખ્યમંત્રી પદ છોડવાની દિલ્હી પાર્ટી હાઈકમાન્ડ તરફથી દિશા મળે તેવી અપેક્ષા છે. આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે તે રવિવાર સાંજ કે સોમવાર સવાર સુધીમાં જાણી શકાશે. એકવાર પાર્ટી હાઈકમાન્ડ તરફથી સૂચના આવ્યા પછી હું યોગ્ય નિર્ણય લઈશ.

પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય નેતાઓ પર વિશ્વાસ : યેદીયુરપ્પા
બેંગ્લોર કોનક્લેવને મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા સાથે પાર્ટીની એકતાના અભિવ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સવાલ પર તેમણે કહ્યું કે કોઈ પણ મીટિંગનું આયોજન કરવાની જરૂર નથી, મને પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓ પર વિશ્વાસ છે. દલિત મુખ્ય પ્રધાનની જગ્યાએ તેમને બદલવા અંગે પૂછવામાં આવતા યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, “હું આ વિશે નિર્ણય લેવાનો નથી, હાઈકમાન્ડ નિર્ણય લેશે.”

બે મહિના પહેલા રાજીનામું આપવાની ઓફર કરી હતી: બીએસ યેદીયુરપ્પા
કર્ણાટકના સૌથી પ્રભાવશાળી લિંગાયત નેતા અને રાજ્યમાં બે દાયકાથી ભાજપનો ચહેરો રહેલા મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ કહ્યું કે તેમણે બે મહિના પહેલા રાજીનામું આપવાની ઓફર કરી હતી અને ફરી વખત આ વાત કહી કે જો પાર્ટી નેતૃત્વ ઇચ્છે તો તેઓ મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે અને જો તેમને પદ છોડવાનું કહેવામાં આવે તો તેઓ રાજીનામું આપીને પક્ષ માટે કામ કરશે. તેમણે કહ્યું કે હું આગામી 10 થી 15 વર્ષ પાર્ટી માટે દિવસ-રાત કામ કરીશ. આ અંગે કોઈ શંકા હોવી જોઈએ નહીં.

Published On - 12:10 pm, Mon, 26 July 21

Next Article