પેટાચૂંટણી પરિણામ: કર્ણાટકમાં આવતીકાલે નક્કી થશે યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય

|

Sep 22, 2023 | 6:06 PM

ભાજપની સત્તા ટકાવી રાખવા માટે કાલે અગત્યનો દિવસ છે. જેમાં ભાજપને 12 સીટ મળે તેવા પરિણામો એક્ઝીટ પોલ દેખાડી રહ્યાં છે. જો આમ ના થયું તો કર્ણાટકમાં ભાજપની સરકાર પડી શકે છે. કોંગ્રેસની પાસે 101 સીટ છે અને બહુમતિ સાબિત કરવા માટે 112 સીટ જરુરી છે. આમ જો કોંગ્રેસ 12 સીટ મેળવી લે તો કર્ણાટકમાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવી શકે

પેટાચૂંટણી પરિણામ: કર્ણાટકમાં આવતીકાલે નક્કી થશે યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય

Follow us on

કર્ણાટકની રાજનીતિમાં ફરીથી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી શકે છે. 9 ડિસેમ્બરના રોજ કર્ણાટકની પેટાચૂંટણીના પરિણામો છે અને ત્યાં ભાજપની સરકાર દાવ પર લાગી છે. ભાજપે સત્તા જાળવી રાખવા માટે ઓછામાં ઓછી 7 સીટ પર જીત મેળવવી જરુરી છે. હાલ 15 વિધાનસભાની સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ 9 ડિસેમ્બરના રોજ આવી રહ્યું છે.

આ પણ વાંચો :   ZERO FIR શું હોય છે? જાણો કેવા ગુનાઓમાં પોલીસ નોંધે છે આ પ્રકારની FIR

ભાજપની સત્તા ટકાવી રાખવા માટે કાલે અગત્યનો દિવસ છે. જેમાં ભાજપને 12 સીટ મળે તેવા પરિણામો એક્ઝીટ પોલ દેખાડી રહ્યાં છે. જો આમ ના થયું તો કર્ણાટકમાં ભાજપની સરકાર પડી શકે છે. કોંગ્રેસની પાસે 101 સીટ છે અને બહુમતિ સાબિત કરવા માટે 112 સીટ જરુરી છે. આમ જો કોંગ્રેસ 12 સીટ મેળવી લે તો કર્ણાટકમાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવી શકે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો ભાજપને ઓછી સીટ મળી તો તે અપક્ષના ધારાસભ્યોની સાથે સરકાર ટકાવી રાખી બહુમતી સાબિત કરવાનો પ્રયત્ન કરશે. આ સિવાય ભાજપ બીજા વિકલ્પ તરીકે જનતા દલ સેક્યુલકને પોતાની સાથે લઈ શકે છે. એક્ઝીટ પોલ મુજબ જેડીએસ સેક્યુલરને 2 સીટ મળી શકે છે.

કર્ણાટકનો મુદો કોર્ટમાં પહોંચ્યો હતો અને ધારાસભ્યો જેમને બગાવત કરીને પાર્ટી બદલી હતી તેને ગેરલાયક કોર્ટે ઠેરવ્યા હતા. જેના લીધે ફરીથી પેટાચૂંટણીનું મતદાન થયું અને તેમાં ભાજપે સત્તા ટકાવી રાખવા માટે 11 સીટ પર જીત મેળવવી જરુરી છે. ચિત્ર 9 ડિસેમ્બરના રોજ 15 સીટના પરિણામ બાદ જ સ્પષ્ટ થશે. હાલ જે ચૂંટણી 15 વિધાનસભામાં થઈ રહી છે તેમાં 12 સીટ પર કોંગ્રેસનો કબજો તો 3 સીટ પર જેડીએસનો કબજો હતો.

Published On - 3:52 pm, Sun, 8 December 19

Next Article