કાશ્મીરમાં યુવાનોને ગેરમાર્ગે દોરતા અલગાવવાદી નેતાઓના સંતાનો વિદેશમાં આરામથી કરી રહ્યા છે આ કામ
ગૃહ મંત્રાલયે અલગાવવાદી નેતાઓના સંતાનોની યાદી જાહેર કરી છે. આ નેતાઓ કાશ્મીરમાં પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે. અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. પરંતુ ખુદ આ અલગાવવાદી નેતાઓના સંતાનો વિદેશની મોટી કોલેજોમાં આરામથી અભ્યાસ કરી રહ્યા છે. જેમાં આસિયા અંદ્રાબીથી લઈ મીરવાઈઝ ઉમર ફારૂકનો પણ સમાવેશ થાય છે. આ પણ વાંચોઃ મોદી સરકારના […]

ગૃહ મંત્રાલયે અલગાવવાદી નેતાઓના સંતાનોની યાદી જાહેર કરી છે. આ નેતાઓ કાશ્મીરમાં પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે. અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. પરંતુ ખુદ આ અલગાવવાદી નેતાઓના સંતાનો વિદેશની મોટી કોલેજોમાં આરામથી અભ્યાસ કરી રહ્યા છે. જેમાં આસિયા અંદ્રાબીથી લઈ મીરવાઈઝ ઉમર ફારૂકનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ બજેટ તૈયાર કરવામાં ગુજરાત કેડરના 2 IASનો ‘મહાફાળો’
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ યાદીમાં એ નેતાઓના નામ છે જે કાશ્મીરની શાંતિ પર શર્પની જેમ કુંડળી મારીને બેસી ગયા છે. કાશ્મીરના અનેક યુવાનોએ હાથમાં પથ્થર ઉઠાવ્યા છે. જેની પાછળ આ પ્રકારના અલગાવવાદીઓ જવાબદાર છે. જે ઉંમરમાં યુવાનોને રોજગાર માટે મહેનત કરવાનો સમય છે ત્યારે અલગવાવાદીઓ પોતાના સ્વાર્થને પુરો કરવા પથ્થરબાજોની જમાત બનાવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે અનેક નેતાઓ હાલ નજરબંધ છે. તો કેટલાક અલગાવવાદી નેતાઓને મળેલી સુરક્ષા પરત લઈ લીધી છે. અલગાવવાદીઓની સુરક્ષાને પરત લેવાની જાહેરાત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ કરી હતી.

[yop_poll id=”1″]
