રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પરથી રાજીનામું આપશે તો બીજી તરફ લોકસભામાં આ પદ પર નિમણૂક થઈ શકે છે

|

May 29, 2019 | 5:05 AM

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી હજુ પણ પોતાના રાજીનામાની જીદ પર અટક્યા છે. ત્યારે રાજીનામા મુદ્દે આજે ફરી બેઠકનો દૌર શરૂ કરાઈ રહ્યો છે. ગઈકાલે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને સચિન પાયલોટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ મુલાકાત શક્ય બની નહોતી. તો બીજી તરફ […]

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પરથી રાજીનામું આપશે તો બીજી તરફ લોકસભામાં આ પદ પર નિમણૂક થઈ શકે છે

Follow us on

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી હજુ પણ પોતાના રાજીનામાની જીદ પર અટક્યા છે. ત્યારે રાજીનામા મુદ્દે આજે ફરી બેઠકનો દૌર શરૂ કરાઈ રહ્યો છે. ગઈકાલે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને સચિન પાયલોટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ મુલાકાત શક્ય બની નહોતી. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પોતાના રાહુલ સાથે મુલાકાત કરીને સમજાવવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસમાં સખળડખળઃ ધાનાણીના રાજીનામાની ચર્ચા સાથે અલ્પેશની ભાજપમાં કૂદવાની સંભાવના, કોંગ્રેસ કમિટીની બેઠકમાં ઘડાશે રણનીતિ

માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાના રાજીનામા પર અડગ છે ત્યારે અન્ય કોઈ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. સાથે બીજા મોરચા પર રાહુલ ગાંધી જો કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડી દેશે તો તે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી પામી શકે છે.

TV9 Gujarati

 

Next Article